



અનુપમ ખેરે કપિલ પર લાગેલા આરોપોનું જણાવ્યુ સત્ય
ધ કાશ્મીર ફાઇલ્સના સ્ટાર અનુપમ ખેરે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે તેમણે ધ કપિલ શર્મા શોમાં ધ કાશ્મીર ફાઇલ્સને પ્રમોટ કરવા માટે 2 મહિના પહેલા ઇનવાઇટ કરવામાં આવ્યા હતા પરંતુ ફિલ્મ સીરિયસ મુદ્દા પર બનેલી છે, માટે તે શોનો ભાગ બનવા માંગતા નહતા.
ઇન્ટરવ્યૂમાં અનુપમ ખેરને સવાલ કરવામાં આવ્યો-કપિલ શર્મા શો એક કોમેડી શો છે તમને લાગે છે કે તે માહોલ આટલો ગંભીર મુદ્દો ડિસ્કસ કરવાનો છે? આ સવાલ પર અનુપમ ખેરે જવાબ આપ્યો- ઇમાનદારીથી કહુ તો મને શો માટે કોલ આવ્યો હતો પરંતુ મે પોતાના મેનેજરને કહ્યુ કે આ ફિલ્મ સીરિયસ છે. હું તેમાં નથી જઇ શકતો. અનુપમ ખેરે કહ્યુ- હું અહી પોતાની વાત રાખવા માંગુ છું- આ 2 મહિના પહેલાની વાત છે. મને કહેવામાં આવ્યુ કે તમે આવી જાઓ. તો મને લાગ્યુ કે હું પહેલા પણ આ શોમાં જઇ ચુક્યો છું અને આ એક ફની શો છે. ફની શો કરવો મુશ્કેલ વાત છે.
અનુપમ ખેરે સ્પષ્ટ કરી દીધુ કે કપિલ શર્માએ તેમણે શો માટે ઇનવાઇટ કર્યા હતા પરંતુ ફિલ્મનો મુદ્દો ગંભીર સીરિયસ છે અને શો કોમેડી પર બેસ્ડ છે. માટે તેમણે ધ કપિલ શર્મા શોમાં ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ગંભીર ફિલ્મને પ્રમોટ કરવાનું યોગ્ય સમજ્યુ નહતુ.
કપિલ શર્માએ અનુપમ ખેરનો માન્યો આભાર
પોતાની ઉપર લાગેલા આરોપોનું સત્ય દુનિયા સામે રાખવા માટે કપિલ શર્માએ અનુપમ ખેરનો આભાર માન્યો છે. કપિલ શર્માએ ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરીને કેપ્શનમાં લખ્યુ- થેન્ક્યૂ પાજી અનુપમ ખેર. મારી વિરૂદ્ધ તમામ ખોટા આરોપોને ક્લિયર કરવા માટે અને તે બધા મિત્રોનો પણ આભાર, જેમણે સત્ય જાણ્યા વગર મને આટલો પ્રેમ કર્યો. ખુશ રહો, હસતા રહો.