



સુરતના બારડોલીના બાબેન ખાતે રહેતા ગુજરાતી કોમિડિયન તરીકે ઓળખ ઊભી કરનાર નીતિન જાની ઉર્ફે ખજુરભાઈ જેઓ એક કોમેડિયન અને યુટ્યુબ ચેનલ ચલાવે છે,તાઉતે વાવાઝોડામાં બેઘર બનેલા લોકોને આર્થિક મદદ કરી લોકોના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતના ખજુરભાઈને લોકો ગુજરાતના સોનુ સુદ તરીકે પણ ઓળખાવા લાગ્યા છે,ત્યારે તસ્કરોએ તેમને પણ છોડ્યા નથી,તસ્કરોએ તેમના અસ્તાન ખાતે આવેલ ઘરને નિશાન બનાવી ઘરમાંથી ટીવીની ચોરી કરી ગયા હતા.
– નીતિન જાનીએ કરી હતી હજારો લોકોની મદદ.
યુ ટ્યુબ ચેનલ પર જીગલી અને ખજુરની ચેનલના લાખો પ્રસંશક છે,આ ચેનલ ચલાવનાર નીતિન જાની એટલે ખજુરભાઈ જેઓ કોમેડી કરી લોકોના હ્યદયમાં સ્થાન તો પ્રાપ્ત કર્યું જ છે પરંતુ તેની સાથે સાથે સમાજ સેવા કરીને પણ લોકોના દીલી જીતી લીધા છે,ટાઉતે વાવાઝોડામાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે ખાનાખરાબી સર્જાય હતી,લોકોને કપરી પરિસ્થિતિમાં જોઈ તેઓ ખુદ તેમની ટીમ ગામડે ગામડે મદદ માટે પહોંચી ગયા હતાં,હજારો જરૂરિયાતમંદ લોકોને કપરા સમયમાં મદદ કરી છે,ત્યારે તેઓ ગુજરાતના સનુ સુદ તરીકે જાણીતા થયા છે.
તસ્કરોએ ઘરમાંથી LED ટીવીની કરી ચોરી
સુરતના બારડોલી તાલુકાના અસ્તાન ગામે આવેલ રિદ્ધિ સોસાયટીમાં નીતિન જાની,ખજુરભાઈનું ઘર આવેલ છે,જે ઘર છેલ્લા ઘણા સમયથી બંધ રહે છે,ગત થોડા દિવસો અગાઉ તેમના બંઘ ઘરના મનકાનનો નકૂચો તોડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા હતાં અને ઘરમાં મુકેલ સામાન વેરવિખેર કર્યો હતો. તેમજ ઘરમાં કોઈ કિંમતી સામાન હાથ ન લાગતાં ઘરમાં મુકેલ એલઈડી ટીવી ચોરી ગયા હતાં,ઘટના અંગેની જાણ લોકોને થતાં ખજુરભાઈના પ્રસંશકોને થતાં તેમણે ફીટકાર વર્ષાવી છે, લોકોને જરૂરિયાતના સમયે મદદપુરી પાડનાર અને હંમેશા લોકોની મદદ માટે તત્પર રહેતા ગુજરાતના સોનુ સુદને પણ તસ્કરોએ છોડ્યા નથી.