Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર : શહેર પોલીસને વાહન ચેકિંગ દરમિયાન બગાસુ ખાતા પતાસુ હાથે લાગ્યું.

– શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બોડેલીના અને રાજપીપલા માં બાઇક ચોરીના આરોપીને ઝડપયા.

– 80 હજારના મુદ્દામાલ સાથે બે બાઇક ચોરોને જેલ સળયા પાછળ ધકેળયા.

અંકલેશ્વર શહેર પોલીસ વિસ્તારમાં આવેલા જુના નેશનલ હાઇવે નંબર 8 ગડખોલ પાટિયા ઓવરબ્રિજ પરથી વાહન ચેકિંગ દરમિયાન બાપુનગર ઓવરબ્રિજ નજીક થી બે બાઇક ચોરો ને ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર તાલુકાના વિવિધ પોલીસ ચોકીઓ દ્વારા રાત્રી પેટ્રોલિયમ અને વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહી હતી તે દરમિયાન બાપુનગર ઓવરબ્રિજ તરફથી સુરેશ રમેશ મહાવી નંબર પ્લેટ વગરની અને હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ હંકારી લાવતા પોલીસ ટીમે તેને રોકીને મોટરસાયકલ રજીસ્ટ્રેશન સહિતના કાગલ્યા ન મળતા વધુ તપાસ હાથધરતા ટુ વ્હીલર નંબર જીજે-06-જેજી -8579 બાઇક આરોપીએ બોડેલીથી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.શહેર પોલીસ જ્યારે બાઇક ચોરીના આરોપીની તપાસ કરી રહી હતી તે દરમિયાન નંબર પ્લેટ વગરની મોટર સાયકલ હાકનાર અંકલેશ્વર ના ગડખોલ માં ગેરેજ ચલાવતા ધર્મેન્દ્ર સુરેન્દ્ર વિશ્વકર્માને રોકી તપાસ કરતા રાજપીપલા પોલીસ ચોપડે સબજેલ રોડ પરથી 2020માં ચોરાયેલી બાઇક મળી આવતા પોલીસે બંને આરોપીઓ પાસે થી બે બાઇક કિંમત રૂપિયા 80 હજાર સહિતના મુદામાલ ઝડપી પાડી આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી આગળની તપાસ હાથ ધરી હતી..

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

પુષ્ય નક્ષત્રને પગલે આજે ભરૂચમાં અનેરો ઉત્સાહ, જવેલર્સની દુકાનો પર ખરીદી માટે લોકોની ભીડ જામી

bharuchexpress

ભરૂચનું સાચું સોનું:સોનાનો પથ્થર અને ગોલ્ડનબ્રિજ હવે માત્ર જોવાલાયક સ્થળ બન્યાં

bharuchexpress

ઝઘડિયાના ચંદેરીયા ખાતે બિરસા મુડાંની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़