Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: નેશનલ હાઇવે નંબર 48 પર ખરોડ ચોકડી પાસે એસટી બસને નડ્યો અકસ્માત

ડ્રાઇવર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બસ રોડ સાઈડ પરના ખાડામાં ઉતરી

સુરત થી વિસનગર જતી હતી એસટી બસને ..

અકસ્માત નડતા ડ્રાઈવરને અને મુસાફરો નો આબાદ બચાવ

ભરૂચ જિલ્લાના નેશનલ હાઇવે ૪૮ ઉપર દિન પ્રતિદિન અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો હોય તેમ એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે, હાઇવે વિસ્તારમાં રોજના અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં પણ ખાસ કરી ભરૂચ, સુરત વચ્ચે અકસ્માતની સંખ્યાઓમાં છેલ્લા કેટલાય સમયથી વધારો નોંધાયો છે, જેમાં વધુ એક ઘટના આજે સામે આવી છે.

અંકલેશ્વરની ખરોડ ચોકડી વિસ્તારમાં સુરતથી વિસનગર તરફ જતી એસ.ટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા એસ.ટી બસ રોડની સાઇડ ઉપર ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો, જોકે ડ્રાઈવરની સમય સુચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી, અકસ્માતની ઘટનામાં મુસાફરોના જીવ એક સમયે તાળવે ચોટયા હતા જોકે સદનસીબે કોઈ જાનહાની ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

નેશનલ પ્રેસ એસોસિએશનની ભરૂચ ખાતે બેઠક મળી.

bharuchexpress

અંકલેશ્વર તાલુકાના હજાત ગામની સીમમાં ભરૂડી મંદિર સામે ઓ.એન.જી.સી.ના જંકશન પોઈન્ટની ક્રુડ ઓઈલની લાઈનમાં ભંગાણ સર્જી ઓઈલ ચોરીનો પ્રયાસ કરવા સાથે નુકશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

bharuchexpress

નેત્રંગના કબીર ગામમાં તસ્કરોએ ખેડૂતના ઘરને નિશાન બનાવ્યું, તલનું વેચાણના મળેલા 1.93 લાખ રૂપિયા ઉઠાવી ગયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़