: નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ભરૂચ જિલ્લા શાખા, દ્વારા ” પ્રજ્ઞાને સથવારે પૂર્ણતાનો પ્રયાસ ” અંતર્ગત ગુજરાતભરમાંથી 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા ભરૂચના આંગણે આવી પ્રથમવાર પ્રજ્ઞાચક્ષુ મહિલાઓએ રસોઈની કરામત દેખાડી હતી અને જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અંધજનો અને દિવ્યાંગો માટેના સામાજિક કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય સાથે રસોઈ શો નું આયોજન કરવામાં આવ્યું હતું. 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા વિવિધ આઇટમો બનાવી રસોઈનો રશાસ્વાદ ઉપસ્થિત મહાનુભાવોને કરાવવામાં આવ્યો હતો.
રાજપૂત છાત્રાલય ખાતે નેશનલ એસો.ફોર ધી બલાઇન્ડ દ્વારા ભરૂચમાં પ્રથમવાર 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા યોજાયેલ રસોઈ શો માં ભરૂચ નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા,લોકગાયક અભેસિંહ રાઠોડ, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશ ઠાકર,ભરૂચ રોટરી કલબ ના પ્રમુખ ડો, વિક્રમ પ્રેમકુમાર, સામાજિક અગ્રણી વાસંતીબેન દીવાન, એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ ભરૂચ જિલ્લા શાખા ચેરમેન ખુમાનસિંહ વાસીયાની વિશેષ ઉપસ્થિતી માં કાર્યક્રમ યોજાયો હતો…
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી