ભરૂચ..
ભરૂચમાં રેલીનું ઠેર ઠેર સ્વાગત કરાયું.
આમ આદમી પાર્ટી ભરૂચ દ્વારા આજરોજ ભરૂચ મુકામે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું. યાત્રામાં દિલ્હીથી પધારેલ ધારાસભ્યશ્રી અને ગુજરાત પ્રભારી ગુલાબસિંહ યાદવ. સંગઠન મહામંત્રી મનોજ ભાઈ સોરઠીયા.. સંગઠન મંત્રી રામભાઈ ધડુક.. પ્રદેશ મંત્રી મથુરભાઈ બલદાણીયા.. સહમંત્રી. હરેશભાઈ જોગરાણા.. મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ શોભનાબેન વઘાણી.. મહિલા સંગઠન મંત્રી ઊર્મિ બેન વનાણી.. જિલ્લા પ્રમુખ જયરાજ સીહ.. ઉપપ્રમુખ.. મુન્નાભાઈ ઉર્મિલાબેન ભગત સાથે બહોળી સંખ્યામાં જિલ્લા તાલુકા પદાધિકારીઓ અને જિલ્લા તાલુકાના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા
આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ તુલસીધામ.. મધ્યસ્થ કાર્યાલય યાત્રા શરૂઆત કરી જણાવ્યું હતું કે માનનીય અરવિંદ કેજરીવાલ જીના નેતૃત્વ માં આમ આદમી પાર્ટી દિલ્હીમાં જે વિકાસ લક્ષી કાર્યો કરી રહી છે તેને લઈને પંજાબની જનતાએ પણ આમ આદમી પાર્ટીને ઐતિહાસિક રેકોર્ડ કરી,,92 જેટલી સીટો થી સત્તા ને કમાન સોંપ્યું છે. ત્યારે જ દિલ્હી મોડલ શિક્ષણ આરોગ્ય રોડ રસ્તા પાણી વીજળી પરિવહન ને લાગતા આમ જનતાના કાર્યો થાય છે એવા જ કાર્યો પંજાબમાં પણ થશે તેમ જણાવ્યું હતું અને આવનાર 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં પણ આ ક્રાંતિકારી હવા ફેલાઈ રહી છે
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી