બાળાઓને નારીની મહત્તા સમજાવાઈ…
– 8 માર્ચ એટલે વિશ્વ મહિલા દિવસ. એટલે કે આજનો દિવસ નારી જાતિને અર્પણ.
– સ્ત્રીનો દિવસ નથી હોતો પણ, સ્ત્રીથી દિવસ હોય છે…
આજના આ દિવસે ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે પ્રાથમિક કન્યા શાળા ખાતે મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી. સ્કૂલના આચાર્ય અને શિક્ષક ગણ દ્વારા શાળાની બાળાઓને મહિલાઓનું સમાજમાં શું મહત્વ છે તેની સમજ અપાઈ હતી. શાળાની વિદ્યાર્થીની લિઝા અફીણવાળા એ સમાજમાં મહિલાઓની શક્તિ વિશે પોતાના મંતવ્યો રજુ કર્યા હતા.
શાળાની આચાર્યા કાજલબેન ઓઝા એ મીડિયા સાથેની વાતચીતમાં નારી શક્તિની પરિચય કરાવ્યો હતો. તેમણે સમાજમાં નારી શું શું કરી શકે છે તે સમજાવ્યું હતું. આ દિવસના અવસરે શાળા પરિવારે ભારતીય પરંપરાગત ખોખો ની રમત રમાડી હતી. શાળાની બાળાઓએ નારી શક્તિ ના ગીતો ગાઈને દિવસની ઉજવણી કરી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી