ભરુચ: ઝઘડિયાની સાવન સીટી સોસાયટી મોટા કરારવેલ ગામ નજીકના પેટ્રોલ પંપની સામે નવજાત શિશુ મળી આવ્યું
સ્થાનિકોએ 108ને ફોન કરી ઘટનાસ્થળે બોલાવી..
– 108 ની ટીમ શિશુની કબજો મેળવી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો..
આજે સમગ્ર ગુજરાત વિશ્વ મહિલા દિનની ઉજવણી કરી મહિલાઓની સિદ્ધિઓને બિરદાવવામાં વ્યસ્ત બન્યો છે. ત્યારે એક માતૃત્વ ભુલેલ મહિલાનો શર્મશાર કિસ્સો આજે પ્રકાશમાં આવ્યો છે.જેમાં ઝઘડીયા જી.આઇ.ડી.સી નજીક આવેલ નાયર પેટ્રોલ પંપ પાસેની એક સોસાયટીની કંમ્પાઉન્ડ વોલ પાસે બોરીંગના ઝુપડા નજીક ત્યજાયેલ તાજુ જન્મેલ એક શિશુ મળી આવ્યું હતું.
આ અંગે ૧૦૮ ઝાડેશ્વરને સવારે ૯ વાગ્યે કોલ મળતા પાયલોટ પંકજ રાણા અને ઇ.એમ.ટી નીલેશ ટાંક તાત્કાલિક લોકેશન પર દોડી ગયા હતા. જ્યાં તેમને પેટ્રોલપંપ નજીકની સોસાયટીની કંમ્પાઉન્ડ્દ વોલ બહાર આવેલ એક બોરીંગના ઝુપડા પાસે તાજુ જન્મેલ બાળક પડેલ અને તેના ઉપર કિડિઓ ફરતી જોવા મળી હતી. જેથી ૧૦૮ કર્મીઓએ બાળકની સફાઈ કરી તેને ઓક્સીજન સાથે તત્કાલ સારવાર અર્થે ભરૂચ સિવિલ લાવ્યા હતા. જયાં બાળકની હાલત સારી છે. ધટના અંગે પોલીસે વિશ્વ મહિલા દિને જ માતૃત્વ ભુલનાર માતાની શોધ આરંભી છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી