Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

મહિલાઓ અનેક રોગોનો ભોગ બને છે, પરંતુ જો તે રોગોની યોગ્ય સમયે નિદાન ન થાય તો મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે. આ પ્રસંગે મહિલા દિન નિમિત્તે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જેસીઆઈના સંયુક્ત પ્રયાસથી લોકોના લાભાર્થે કેન્સર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચનું જાણીતું નામ ડો.ભાવનાબેન શેઠ વિવિધ કેન્સરની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. આ સાથે ઈન્ડિયન ગ્રેટ વુમન ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિજેતા બહેનોને જેસીઆઈ દ્વારા પ્રમાણપત્ર અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા વિજેતાઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે સોનલબેન શાહ અને સ્મિતાબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જેસીઆઈ ભરૂચ તરફથી દિશા ગાંધી, જેસીઆઈ પ્રમુખ, હેમાની શાહ ડાયરેક્ટર જેસીઆઈ લેડીઝ વિંગ અને જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ ના જીજ્ઞાશા ગોસ્વામી ઉપપ્રમુખ, અને કિન્નરીબેન બારોટ, ખુશ્બુ રાણા સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

છઠ પૂજાના પર્વ નિમિત્તે ભરુચના ઔદ્યોગિક એકમોથી પરપ્રાંતીય કામદારો માદરે વતન જશે, પ્રત્યક્ષ અસર ઉદ્યોગોની ઉત્પાદન ક્ષમતા ઉપર પડશે

bharuchexpress

નેશનલ પ્રેસ એસોસિએશનની ભરૂચ ખાતે બેઠક મળી.

bharuchexpress

અંકલેશ્વર: ઓગષ્ટ-૨૦૨૧ ના પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ જોગ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़