Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

લ્યો બોલો ! રિક્ષા ચાલકો એ એવી માંગ કરી કે લોકો સાંભળી ને ચોકી ઉઠયા !

જુઓ રીક્ષા એસોસિયેશન ના પ્રમુખ શું કહી રહ્યા છે …..

 

 

 

ભરૂચમાં રિક્ષાચાલકોએ દારૂ વેચાણના લાયસન્સની માંગ સાથે પાલિકા ગજવી..

ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને ધારાસભ્યની હાય હાય બોલાવી..

છેલ્લા આઠ મહિનાથી રિક્ષાચાલકોની માંગ પૂરી ન થતાં રિક્ષાચાલકો ઉગ્ર આંદોલન…

ભરૂચ નગરપાલિકા દારૂ વેચવા માટે ગુમાસ્તાધારાનું પ્રમાણપત્ર આપે તેવી માંગ સાથે રીક્ષા લોકોનો હોબાળો.‌

ભરૂચના સ્ટેશનથી રીક્ષા ચાલકો ભરૂચ નગરપાલિકા પહોંચ્યા.. નગરપાલિકા સંકુલ રીક્ષાઓથી ઊભરાયું..

ભરૂચ જિલ્લામાં રિક્ષાચાલકોને હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે વારંવાર રિક્ષાચાલકો નગરપાલિકા ગજવી મૂકતા હોય છે પરંતુ ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ પદાધિકારીઓ રિક્ષાચાલકોને ગાંઠતા નથી જેના પગલે રિક્ષાચાલકોએ દારૂ વેચવા માટે ગુમાસ્તાધારાનું લાયસન્સ ઇસ્યુ કરવાની માંગ સાથે રમકડાની રીક્ષાઓ નગરપાલિકાને અર્પણ કરી તેઓની સમસ્યાનો અંત લાવવાની માંગ કરી છે

ભરૂચ જિલ્લામાં નગરપાલિકા દ્વારા સિટી બસ કાર્યરત થતાં રિક્ષાચાલકો બેરોજગાર બની રહેવાના સાથે છેલ્લા ઘણા સમયથી રિક્ષાચાલકો પોતાની પડતર માંગણીઓને લઈ આંદોલન કરી રહ્યા છે પરંતુ આંદોલન પણ હવે એક પ્રસિદ્ધિનું માધ્યમ બની ગયું હોય તેવી ચર્ચાએ ભારે જોર પકડયું છે ભરૂચના રિક્ષાચાલકોએ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના ઓથા હેઠળ ભરૂચ નગર પાલિકા સંકુલમાં રીક્ષાઓનો ખડકલો કર્યો હતો અને ભરૂચ નગર પાલિકા સંકુલમાં જ રિક્ષાચાલકોએ ધારાસભ્ય અને ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા અને ભાજપની હાય-હાયના નારા લગાવી વાતાવરણ ગજવી મુક્યું હતું

ભરૂચમાં રિક્ષાચાલકોએ પોતાની પડતર માંગણીઓને લઈ રમકડાની રીક્ષાઓ ભરૂચ નગરપાલિકાના સેક્રેટરી કલ્પનાબેન ઉપાધ્યાયને અર્પણ કરી તેઓની સમસ્યા નો લાવવાની માંગ કરી હતી દસ દિવસમાં અંત નહીં આવે તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે સાથે જ રિક્ષાચાલક એસોસિએશનના પ્રમુખે ભરૂચ નગરપાલિકા તમામ રિક્ષાચાલકોને દારૂ વેચવા માટે ગુમાસ્તાધારા લાયસન્સ ઈસ્યુ કરે તેવી માંગ સાથે આંદોલનને આગામી દિવસોમાં ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ધારીખેડા ગામના મહિલા રેવન્યુ તલાટી 1 હજારની લાંચ લેતા ઝબ્બે

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

અંકલેશ્વરના પીરામણ ગામમાં સસરા અને બનેવીએ મળી જમાઈ પર કર્યો હુમલો.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़