Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

સી ડિવિઝન પોલીસ સ્ટાફ ની સરાહનીય કામગીરી : ગણતરી ની કલાકો માં લૂંટ કરનાર આરોપીઓને ઝડપી લીધા

તા.૦૭/૦૩/૨૦૨૨ના રોજ સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ કસક સર્કલ પાસે ફરીયાદી કચ્છ સ્ટેશનરીમા ફાઈલ લેવા ગયેલ ત્યાંથી ફરીયાદી કસક સર્કલ પાસે આવેલ ઘરડા ઘર પાસે જતા હતા તે વખતે અજાણ્યા રીક્ષા ચાલકે ફરીયાદીને રિક્ષામા પેસેન્જર તરીકે બેસાડી રીક્ષામા બેઠેલા પાછળના સીટ ઉપર બેસેલ બે અન્ય ઈસમોએ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ફરીયાદીનુ ગળુ દબાવી ફરીયાદીના ખિસ્સામાંથી રૂપિયા ૪૯,૫૦૦/- કાઢી લઈગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી વોડાફોનના સ્ટોર પાસે રીક્ષામાંથી ઉતારી આ ત્રણેય ઈસમ રીક્ષા લઈને ભાગી ગયેલ જે બાબતે સીડીવીઝન પોલીસ સ્ટેશન ગુના નંબર ૧૧૧૯૯૦૦૧૨૨૦૨૫૨/૨૦૨૨.પી.કો. કલમ ૩૯૨,૫૦૬(),૧૧૪ મુજબનો ગુનો દાખલ થયેલ

                સદરહુ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક ગુનો ડીટેકટ કરવા તથા આરોપીઓની શોધખોળ કરવા I/C પોલીસ મહાનિરિક્ષકશ્રી એમ.એચ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્રારા સુચના આપવામા આવેલ હોય જેથી I/C નાયબ પોલીસ અધીક્ષકશ્રી ચિરાગ દેસાઈ ભરૂચ વિભાગ ભરૂચ નાઓના માર્ગદર્શન હેઠળ સીડીવીઝન પોલીસ ટીમ દ્રારા ભરૂચ શહેરના રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ VISWAS (Video integration & State Wide Advance Security)પ્રોજેકટના સીસીટીવી કેમેરામા તપાસ કરતા શંકાસ્પદ ઓટો રીક્ષા આર.ટી.ઓ રજીસ્ટ્રેશન નંબર GJ-16-Y-0957 જણાઈ આવેલ હતી જે રીક્ષાની વધુ તપાસ માટેઓટો રીક્ષાના આર.ટી.રજીસ્ટ્રેશન નંબર GJ-16-Y-0957 ને સરકાર શ્રીના ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત મળેલા પોકેટકોપ મોબાઈલમાં સર્ચ કરતા વાહન બાબતે વધુ તપાસ કરતા જે બાબતે સર્વેલન્સ સ્ટાફ દ્રારા ખાનગી બાતમીદાર મારફતે તપાસ કરાવતા સદરહુ ઓટો રીક્ષા વાહન ચાલક અંકલેશ્વર ખાતે રહેતા મકસુદ યાકુબ પટેલ રહેસુરતી ભાગોળ હાઊસીંગ બોર્ડ અંકલેશ્વર જી ભરૂચ નાઓ હોવાનુ જાણવા મળેલ તે અને તેની સાથે અન્ય બે ઈસમો ભેગા મળીને આ લુંટની ઘટનાને અંજામ આપ્યાનુ જાણવા મળેલ દરમ્યાન આજરોજ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે આ ઓટો રીક્ષા લઈ સદરહુ આરોપીઓ અંક્લેશ્વર થી ભરૂચ તરફ આવવા નિક્ળ્યા છે તેના આધારે ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપર ખાનગી રાહે વોચમાં રહી ઉપરોકત નંબર વાળી ઓટો રીક્ષા આવતા જેને રોકી લઈ ઓટો રીક્ષા સાથે ત્રણે ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડવામા આવેલ છે. હાલ આરોપીઓની પુછપરછ ચાલુ છે. અને અન્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની શકયતા છે.

આરોપીઓના નામ:

     () કાદર ઉર્ફે બટકો અબ્દુલ શેખ ઉ.૫૪ રહેમુસ્લીમ સોસાયટી કોસંબા ઓવરબ્રીજ નીચે કોસંબા

           તામાંગરોલ જીસુરત

     () મકસુદ યકુબ પટેલ રહેસુરતી ભાગોળ હાઊસીંગ બોર્ડ અંકલેશ્વર તાઅંક્લેશ્વર જીભરૂચ

     () મહમંદ રીઝવાન ઉર્ફે સોહેલ અબ્દુલ વહાબ ખલીફા રહે હાલ બાબુભાઈના મકાનમાં બગીચાની

           પાસે ચાવજગામ તા જી ભરૂચ મુળ રહેલીબડી ચોક દરગાહ પાસે તા.જી.ભરૂચ

ગુનો કરવાની રીત:-

                   ઉપરોકત આરોપીઓ દિવસ દરમ્યાન રીક્ષામાં ભરૂચ તથા અંક્લેશ્વર શહેર વિસ્તારમાં ફરી એકલદોકલ પેસેન્જરોને ઓટો રીક્ષામાબેસાડીને પેસેન્જર પાસેથી જબરજસ્તીથી રોકડ રુપિયા તથા મોબાઈલ કીમતી સામાન ઝુંટવી લઈ ઉતારી દેતા હતા.

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

કાપોદરા ગામે યોજાયેલ અખિલ ભારતીય સંત સમિતિના લોકડાયરામાં ફાયરીંગ કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી અંકલેશ્વર તાલુકા પોલીસ

bharuchexpress

અંજુમન કોલોની જુહાપુરા ખાતે ઈ શ્રમ કાર્ડ અને આયુષ્માન કાર્ડના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું

bharuchexpress

સુરત ગ્રીષ્માના હત્યારા ફેનિલને કોર્ટે ફાંસીની સજા ફટકારી,આજે આરોપીને કોર્ટમાં કરાયો હતો રજૂ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़