Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

કરજણ તાલુકાના કણભા ગામે પતિ પત્ની વચ્ચે જમવા જેવી નજીવી બાબતના ઝઘડામાં પતિએ પત્નીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી હતી.

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના નાનકડા કણભા ગામમાં હિચકારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર કરજણ તાલુકાના કણભા ગામે ચોખંડી ફળિયામાં રહેતા રઘુવીરસિંહ મગનસિંહ પરમાર અને તેના પત્ની રંજનબેન પરમાર વચ્ચે ગતરોજ જમવા જેવી નજીવી બાબતે ઝઘડો થયો હતો. જમવા બાબતનો ઝઘડો એટલી હદે ઉગ્ર બની ગયો હતો કે પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીના માથામાં લોખડનો પાટો ઝીંકી દેતા પત્નીનું મોત નિપજવા પામ્યું હતું.

ઘટનાની જાણ થતા કરજણ પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી આવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે મૃતક મહિલાના મૃતદેહને કરજણ સરકારી દવાખાને પી.એમ અર્થે ખસેડ્યો હતો. પોલીસે પત્ની રંજનબેન રઘુવીરસિંહ પરમાર નાઓની ઠંડા કલેજે હત્યા કરનાર પતિ રઘુવીરસિંહ પરમારની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. હિચકારી ઘટનાને પગલે નાનકડા કણભા ગામમાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

જબલપુરમાં RTO સંતોષ પાલના ઘરે EOWએ પાડ્યા દરોડા, મળ્યા 16 લાખ રૂપીયા રોકડ

bharuchexpress

ભરુચ: પતિથી રિસાઇ પત્ની પિયરે ગઇ તો સાસરીયાઓનો પિયરપક્ષ પર હુમલો, સમગ્ર મામલે નોંધાઈ ફરિયાદ

bharuchexpress

ગ્રોસરી શોપ ચલાવતા ભરૂચના બે સગા ભાઇઓ પર ફાયરિંગ, એકનું મોત, બીજાને હાથમાં ગોળી વાગી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़