Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: નેત્રંગ ગ્રા.પંચાયતમાં એક લાખના ખચેઁ સૌરઉર્જા પેનલ લગાવવામા આવી….

– લાઇટ બીલ ભરવામાંથી છુટકારો મળશે….

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ ગ્રા.પંચાયતમાં સૌરઉજાઁ થકી વીજવપરાશ માટે રૂપિયા એક લાખના ખચઁથી પેનલો ફીટ કરાવવામાં આવતા લાઇટ બીલના નાણા ભરવાની જનઝટમાંથી છુટકારો સતાધીશોએ લીધો હતો.જ્યારે નેત્રંગ ગ્રા.પંચાયત થકી કોમયુનીટી હોલના ધાબા પર સૌલાર પેનલો ફીટ કરાવી વિજળી ઉત્પન્ન કરી આવક મેળવે તેવુ પ્રજામાં ચચાઁઇ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે,રાજ્ય-કેન્દ્ર સરકાર સૌરઉર્જાનો વ્યાપક ઉપયોગ કરવા ઉપર ભાર મુકી રહી છે.સૌરઉજાઁ થકી વીજ ઉત્પાદન કરીને વિજળીની બચત કરીએ અને સાથેસાથે નાણાની પણ બચત કરીએ તે બાબતને ધ્યાન પર લઇને રાજય સરકારની યોજનાનો લાભ નેત્રંગ ગ્રા.પંચાયતના તલાટી વી. ડી. વાજાએ ગ્રા.પંચાયતમાં વપરાતી વીજળીના લાંબા બીલને ધ્યાનમાં લઇને સરકાર તરફથી મળતા લાભ લઇને ૩ કી મેગા વોટ વિજળી મળી રહે તે માટે રૂપિયા એક લાખના ખચઁથી સૌલાર પેનલો ફીટ કરાવવામા આવતા આવનાર દિવસોમાં વીજકંપની તરફથી વીજ વપરાશનું મળતુ બીલ ભરવાની માથાકુટમાંથી છુટકારો ગ્રા.પંચાયતના સત્તાધીશો મેળવશે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરુચ: જિલ્લામાં ૧૨ મી માર્ચના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરાશે

bharuchexpress

ભરુચ: ડીસ્ટ્રીક કો ઓપરેટીવ બેંક ખાતે રાષ્ટ્રીય કિસાન મોરચાના કારોબારી સભ્યની અધ્યક્ષતામાં યોજાયો નમો કિસાન કાર્યક્રમ

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़