Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરુચ: નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ

– રૂ.૮૦ લાખના ખચઁ હાથાકુંડી અને રૂ.૧૧ લાખના પુંજપુંજીયા ગામે નાળાનું સાંસદના પ્રયત્નોથી શરૂ

– નદીમાં પાણી આવે ત્યારે ૮૦૦ થી જેટલા રહીશો સંપકઁવિહોણા થતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.

– નેત્રંગના હાથાકુંડી ગામની ટોકરી નદી ઉપર ૧૨ વષૅ પછી પુલના નિમૉણથી ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામની સીમમાંથી ટોકરી નદી પસાર થાય છે.જેમાં હાથાકુંડી,
પુંજપુંજીયા અને મૌઝા ગામમાં વસવાટ કરતાં રહીશો આસાની અવર-જવર કરી શકે તે માટે માગૅ-મકાન વિભાગે પુલનું નિમૉણ કયુઁ હતું.જેમાં આજથી લગભગ ૧૨ વષૅ પહેલા નેત્રંગ તાલુકામાં ધોધમાર વરસાદના પગલે ટોકરી નદીમાં ઘોડાપુર આવતા પુલના પિલ્લરો પ્રથમ વરસાદના પાણીમાં જ ધરાશાયી થઇ જવાથી પુલના નિમૉણકાયૅમાં ભારે ગોબાચારી થઈ હોવાની આશંકાઓ સેવાઇ રહી હતી,અને પુલનું ધોવાણ થતાં વાહનવ્યવહાર સદંતર ઠપ્પ પડી જવા પામ્યો હતો.

હાથાકુંડી ટોકરી નદી ઉપરના પુલનું ધોવાણ થતાં તેની વિપરીત અસર ૮૦૦ થી સ્થાનિક રહીશોને પડી રહી છે.જેમાં વૃધ્ધ મહિલા કે પુરૂષોને જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા,દવાખાણે જવા,ખેડૂતોને પશુઓ માટે ઘાસચારો અને ખેતીકામ કરવા સહિત ઘંટીએ અનાજ દળવા આ નદી પાર થઈને જવું પડે છે.ત્યારે કોઈ સાથ નહીં દેતા મુશ્કેલીઓનો કોઇ પાર રહેતો નથી.નાના બાળકોને પણ શાળામાં અભ્યાસ અથૅ જીવના-જોખમે તુટી ગયેલા પુલ ઉપરથી પસાર થવું પડે છે.નહીંતર હાથાકુંડીથી કોયલીમાંડવી થઇ મૌઝા ગામ સુધીનો ૮ કિ.મી ચકરાવો લાગતા રહીશોની હાલત દયનીય બની જવા પામી હતી.ટોકરી નદી ઉપર પુલના નિમૉણની માંગ ગ્રામજનોએ ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા કરતાં રૂ.૮૦ લાખના ખચઁ હાથાકુંડી અને રૂ.૧૧ લાખના પુંજપુંજીયા ગામે નાળાના નવીનીકરણ કામગીરી શરૂ થતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા માંડ્યો હતો

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

 

Related posts

અંકલેશ્વરની આમલાખાડી પુન: જીવંત બની

bharuchexpress

ભરૂચ તાલુકાના ટંકારીઆ ગ્રામ પંચાયત ભવનમાં વિદેશથી પધારેલા ટંકારીઆ ગામના એન.આર.આઈ. ભાઈઓનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

bharuchexpress

ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસમાંથી આ દિગ્ગજ નેતાને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માટે માંગ કરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़