ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ ભરૂચ મુકામે કાર્યરત જિલ્લા ન્યાયાલય સંકુલની તમામ કોર્ટો અને જિલ્લાની તમામ તાલુકાની કોર્ટો ધ્વારા પ્રત્યક્ષરૂપે હાજર રહી શકાય તેવી લોક અદાલતનું આયોજન કરેલ છે. આ નેશનલ નેશનલ લોક અદાલત તા.૧૨/૦૩/૨૦૨૨ નાં રોજ કરવામાં આવનાર છે.
આ નેશનલ લોકઅદાલતમાં ફોજદારી, સમાધાનલાયક કેસો, નેગોશીયેબલ એકટ મુજબના કેસો, ફકત નાણાંની વસુલાતના કેસો, વાહન અકસ્માતના વળતરના કેસો, લેબર તકરારના કેસો, ઇલેકટ્રીસીટી તથા વોટરબીલને લગતા કેસો, લગ્ન વિષયક કેસો, જમીન સંપાદનના કેસો, નોકરી વિષયક પગાર, ભથ્થાં અને નિવૃતિના લાભોને લગતા કેસો, મહેસુલને લગતા કેસો, અન્ય સીવીલ કેસો જેવા કે (ભાડા, સુખાધિકારના અધિકાર, મનાઇ હુકમ, વિશિષ્ટ પાલનના દાવા વિગેરેના કેસો) તથા પ્રિ.લીટીગેશન, ઉપરાંત ખોરાકીના કેસો મુકવામાં આવનાર છે.
આ નેશનલ લોક અદાલતમાં પક્ષકારોએ કે વિ.વકીલઓએ સોશીયલ ડીસ્ટન્સીંગના સિધ્ધાંતનું પાલન કરી પ્રત્યક્ષ રીતે હાજર રહીને સમાધાન રાહે નેશનલ લોક અદાલતમાં મુકવામાં આવેલ કેસો ફેંસલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાના કેસ નેશનલ લોક અદાલતમાં મુકાવવા માટે પક્ષકારો વિ.વકીલઓ, વિગેરે તેમનો કેસ જે તે વિસ્તારની કોર્ટમાં આવતા હોય, ત્યાંની કાનુની સેવા સંસ્થાનો નીચે જણાવ્યા મુજબના નંબરો પર સંપર્ક કરી શકે છે.
જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ- ભરૂચ સંપર્ક નંબરઃ ૦૨૬૪૨ – ૨૨૧૪૮૯, તાલુકા કાનુની સેવા સમિતિ – ભરૂચ ૦૨૬૪૨ – ૨૬૦૪૧૦, ઝઘડીઆ – ૦૨૬૪૫ – ૨૨૦૦૬૧, વાલીયા – ૦૨૬૪૩-૨૭૦૪૦૪, નેત્રંગ – ૦૨૬૪૩ – ૨૮૨૩૯૩, અંકલેશ્વર – ૦૨૬૪૬ – ૨૩૮૨૦૦, જંબુસર – ૦૨૬૪૪ – ૨૨૦૦૭૫, આમોદ – ૦૨૬૪૧ – ૨૪૫૭૪૦, વાગરા – ૦૨૬૪૧ – ૨૨૫૧૧૮, હાંસોટ – ૦૨૬૪૬ – ૨૬૨૩૦૭ ઉપર સંપર્ક કરી શકાશે એમ સેક્રેટરી, જિલ્લા કાનુની સેવા સત્તામંડળ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ – ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.