ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે મહીલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારશ્રીની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVKEMRI દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહીલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતાં શ્રી જશવંત પ્રજાપતિ, ચીફ ઓપરેટિંગ ઓફિસર એ જણાવ્યુ હતુ કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણમાં ખુબ અગત્યની સેવા તરીકે સાબિત થઇ છે.
આ ઇમરજન્સી સેવા થકી કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી પિડીત મહીલાઓને મદદ,માર્ગદર્શન અને બચાવ થતો હોઇ ગુજરાતની મહીલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કરેલ છે. આજના પ્રસંગે ગુજરાત સરકારનો આભાર માનતા 24X7 કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમની સરાહના કરતા જણાવ્યુ કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થઇ ચૂકી છે જેને દિવસે દિવસે બહોલો પ્રતિસાદ મળી રહેલ છે મહીલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતે શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય બનવા પામેલ છે.
અભયમ મહિલા હેલ્પલાઇનની ખાસ વિશેષતાઓએ છે કે મહીલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુરવ્યવહાર કે છેડતી જેવી ઘટના સમયે તાત્કાલિક બચાવ અને સલાહ, સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક મદદરૂપ બને છે. ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24X7 કલાક સેવાઓ આપતી હેલ્પલાઇન કાર્યરત કરેલ છે, પિડીત મહિલાને ટૂંકા અને લાંબા ગાળાનું કાઉન્સિલગ અને માર્ગદર્શન પૂરું પાડવું. આ હેલ્પલાઇન 24X7 વિના મૂલ્યે કાર્યરત છે.
વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૧ દરમિયાન ૯,૭૬,૦૦૦ જેટલા જરૂરિયાતમંદ મહીલાઓએ કોલ કર્યાં હતાં જેમાં અતિ ગંભીર ઘટનાઓ અને કટોકટી સમયે બે લાખ જેટલા કિસ્સામાં સ્થળ પર પહોચી રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. અન્ય કીસ્સામાં જરૂરિયાત મુજબ પારિવારિક સમાધાન અથવા સરકારશ્રીની અન્ય એજન્સીઓમાં આશ્રય માટે કે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧ દરમિયાન ભરૂચ જિલ્લામાંથી ૪૩૩૯ જેટલાં સર્વિસ કોલ મળેલ હતાં. ૮૭૭ જેટલાં કિસ્સામાં અભયમ રેસ્કયું ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાનો બચાવ અને મદદ પહોચાડવામાં આવી હતી.
૫૫૩ કેસોમાં અસરકારક કાઉન્સિલીગથી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલું હિંસાના ૨૨૫૨, લગ્નજીવનના વિખવાદ ૩૦૨, ખોવાયેલા-ભૂલા પડેલા ૧૧, માનસિક શારિરીક હેરાનગતિમાં ૫૬૪, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિમાં ૬૯ અને કામના સ્થળે જાતિય સતામણીના ૫, આત્મહત્યાના વિચારોથી મુક્તિના ૧૦ કેસોમાં સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા હતાં. આ માટે ગુજરાતની આજે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને એક સાચી સાહેલી બની રહી છે
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી