મહિલા અને બાળ વિકાસ ગુજરાત સરકાર ધ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન કમલેશભાઈ પટેલના અધ્યક્ષપદે ૮ મી માર્ચ ૨૦૨૨ નાં રોજ સવારે ૦૯:૦૦ કલાકે પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થશે. આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત રહેશે.
ઉક્ત કાર્યક્રમમાં વિશિષ્ટ યોગદાન આપનાર મહિલાઓનું સન્માન, મહિલા કલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ/ચેક વિતરણ જેમકે, વહાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, માતા યશોદા એવોર્ડ સહિત વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત તથા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ થશે. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું વિડિયો કોન્ફરન્સથી લાઈવ કાર્યક્રમ નિહાળાશે. કાર્યક્રમના સ્થળે વિવિધ યોજનાઓનું પ્રદર્શન તથા સ્ટોલની પણ વ્યવસ્થા કરાશે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી