



જીઆઇડીસીની શિફ્ટ બસ કર્મચારીઓને લઈને જતી હતી
– બસમાં એક વ્યક્તિ ફસાઈ જતા પતરાં કાપી બહાર કઢાયા
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખરાબ રોડ રસ્તાને પર પણ પૂર ઝડપે ભારે વાહનોની અવરજવર વધી હોવાથી અકસ્માતોની સંખ્યામાં પણ વધારો નોંધાવા જઈ રહ્યો છે.
ઝઘડિયા તાલુકામાં મોટી માત્રામાં રેતી ખનન સહિતના ઉદ્યોગોના કારણે ભારે વાહનોની સંખ્યા મુખ્ય અને અંતરાયળ ગામોના રસ્તા પર જોવા મલતી હોય છે..આ ભારે વાહનો ખરાબ અને સંકળા માર્ગ પર પણ ભારે વાહન ચાલકો પૂરઝડપે પોતાનું વાહન હકારતા હોવાથી નાના મોટા અકસ્માત હવે તાલુકા માટે સામન્ય બની ગયા હોય તેમ આજરોજ પણ ઉધોગ નગરમાં આવેલી બિરલા સેન્ચ્યુરી કંપની બસ નંબર જીજે. 15 .ઝેડ.9898 નું કંપનીના કામદારોનું વહન કરી જતી વેળાએ રતનપુર પાસે બસ દ્રાઈવર એ સ્ટેરિંગ પર થી કાબુ ગુમાવતા બસ નાળા સાથે ધડાકાભેર અથડાતા બસમાં બેસેલા કામદારોને જીવ તાળવે ચોટીયા હતા..
ધડાકાભેર નાળા સાથે બસ અથડાતા બસમાં બેસેલા મુસાફર પેકી સાત મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા સારવાર અર્થે નજીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે અકસ્માતમાં બે મુસાફરો બસમાં ફસાઈ જતા એક મુસાફરને તાત્કાલિક બહાર કાઢી લેવામાં સફળતા મળી હતી જ્યારે ફસાયેલા બીજા મુસાફરને કાઢવા સ્થાનિકો અને કંપની દ્વારા ગેસ કટરથી પતરું કાપી કાઢવાની પ્રક્રિયા હાથધરાય હતી..
ઉલ્લેખનીય છે કે અકસ્માત ના કલાકો વિત્યા બાદ પણ પોલીસ ઘટનાસ્થળે ન પહોંચતા આખરે ટ્રાફિક કંટ્રોલ કરવાની પોલીસ વિભાગની કામગીરી આખરે સ્થાનિકોએ કરવી પડી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી