



બહોળા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લીધો.
ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોહસીને આઝમ મિશન નબીપુર ના સહયોગ થી વડોદરા જિલ્લાના લીમડા ગામ ખાતે આવેલ પારૂલ આયુર્વેદિક હોસ્પિરલ દ્વારા મફત કેમ્પનું આયોજન ગઈકાલે રવિવારે કરાયું હતું. જેમાં પંચકર્મ, સ્ત્રી રોગો, બાળરોગો, આંખ ના રોગો અને સર્જરી માટેની સગવડો ઉપલબ્ધ હતી. કેમ્પમાં દાખલ કરાયેલા દર્દીઓને સદર હોસ્પિટલે પહોંચાડવા માટે મફત બસ સુવિધા અપાઈ હતી તથા દાખલ થયેલા દર્દીઓ માટે મફત જમવાની વ્યવસ્થા કરાઈ હતી. જે દર્દીઓને લેબોરેટરી ટેસ્ટ હોય, જરૂરિયાતનો દવાઓ હોય તેમને આ વ્યવસ્થા રાહત દરે અપાઈ હતી. આ કેમ્પનો લાભ લેવા માટે જરૂરિયાત મંદોએ સવારથીજ લાંબી કતાર લગાવી હતી. આ કેમ્પને સફળ બનાવવા બદલ પારૂલ આયુર્વેદિક હોસ્પિટલે નબીપુર સાર્વજનીક ટ્રસ્ટ હોસ્પિટલ અને મોહસીને આઝમ મિશનનો આભાર વ્યક્ત કર્યો હતો.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી