Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરાશે

ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટીંગ સીઝન ૨૦૨૨ ૨૩માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી પ્રતિ ક્વિન્ટલ રૂ।. ૨૦૧૫/ (પ્રતિ મણ રૂ।. ૪૦૩/-)ના ભાવથી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવનાર છે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઇન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક કે ગ્રામ્ય કક્ષાએ VCEદ્વારા તથા તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉન ખાતે તા.૦૨/૦૩/૨૦૨૨ થી તા.૩૧/૦૩/૨૦૨૨ સુધી કરવામાં આવશે. તે મુજબ નોંધણી કરાવવા તમામ ખેડૂતોને આથી જાણ કરવામાં આવે છે.
નોંધણી માટે જરૂરી પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭, ૧૨, ૮ અની નકલ, ગામ નમુના ૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતના નામના બેન્ક ખાતાની વિગત જેમ કે બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે લાવવાની રહેશે.

રાજ્યમાં ઘઉં પકવતા ખેડૂતો તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તેઓની ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સંબંધિત ગ્રામપંચાયત અને તાલુકા કક્ષાએ પુરવઠા નિગમના ગોડાઉનનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ છે.
નોંધણી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧૭૧૭૧૮ તથા ૮૫૧૧૧૭૧૭૧૯ ઉપર સંપર્ક કરવાનો રહેશે.

ખેડૂતોએ નોંધણી માટે VCE ને કે ગોડાઉન કક્ષાએ કોઈ પણ રકમ ચૂકવવાની રહેતી નથી એમ નાયબ જિલ્લા મેનેજર(વર્ગ-૨), ગુ.રા.ના.પુ.નિગમ લી. ભરૂચે એક અખબારી યાદીમાં જણાવ્યું છે

Related posts

શણકોઇ ગામના આશ્રમ ફળીયા ખાતે ધમધમતા જુગાર ધામ પર નેત્રંગ પોલીસે રેડ કરી રૂપિયા ૫૨૭૩૦/= ના મુદામાલ સાથે મુખ્ય આરોપી સહિત ૩ ને ઝડપી લીધા. અન્ય ૨ ફરાર.

bharuchexpress

ભરૂચમાં જવેલર્સને ત્યાં ચોરી કરી ભાગેલા ચાર તસ્કરો પૈકી ત્રણને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યા

bharuchexpress

ભરુચ: કલેક્ટરના હસ્તે મતદારયાદી સુધારણા અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़