વિકાસ કામોના સુચારૂ અમલીકરણ માટે આંતર વિભાગીય સંકલન વધુ સુદ્દઢ બનાવવાની સાથો સાથ મંજૂર થયેલા વિકાસકામો ઝડપથી હાથ ધરાય તે જોવાની હિમાયત કરતાં સાંસદ મનસુખભાઈ વસાવા
દિશા કમિટી અધ્યક્ષ અને સંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા આયોજન ભવન ભરૂચના સભાખંડ ખાતે ભરૂચ જિલ્લા કક્ષાની ડીસ્ટ્રીક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન અને મોનીટરીંગ સમિતિ(દિશા)ની સમીક્ષા બેઠક મળી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નાયબ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી.વી.લતા, પ્રાંત અધિકારીઓ, પ્રાયોજના વહીવટદાર, તાલુકા પંચાયતના પ્રમુખઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીઓ, સમિતિના અન્ય સભ્યઓની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં તમામ વિભાગના વિકાસકામોના સુચારૂ અમલીકરણ માટે આંતરવિભાગીય સંકલન વધુ સુદ્રઢ બનાવવાની સાથોસાથ મંજૂર થયેલા વિકાસ કામો સંદર્ભે જે તે બાબતમાં હકારાત્મક અભિગમ સહિત તેના યોગ્ય ઉકેલ સાથે ઝડપથી હાથ ધરાય અને પ્રજાજનોને ગુણવત્તાયુક્ત વિકાસ કામોનો શક્ય તેટલો વેળાસર લાભ મળી રહે તે જોવાની પણ તેમણે ખાસ હિમાયત કરી હતી. તેમણે જિલ્લાની પ્રજાને પીવાના પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, સિંચાઈ પાણી, કૃષિ, પશુપાલન, રોજગારી જેવી પ્રાથમિક સવલતોને અગ્રીમતા આપવી જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં અમલી સરકારની પ્રજાકીય વિવિધ કલ્યાણકારી યોજનાઓના ઘનિષ્ટ અમલીકરણ થકી લક્ષિત લાભાર્થી/જનસમુદાયને તેનો મહત્તમ ફાયદો થાય અને લોકોની સુખાકારી વધે તે દિશામાં સૌને સહિયારા પ્રયાસો કરવા ભારપૂર્વકનો ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લાના દરેક લાભાર્થીઓને યોજનાકીય જાણકારી આપી તેઓને મહત્તમ લાભ આપવા ખાસ ભાર મુક્યો હતો. સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ ડીસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો.ઓડીનેશન અને મોનીટરીંગ કમિટિની બેઠકની કાર્યસૂચિ મુજબ વિસ્તૃત સમીક્ષા કરી હતી. જિલ્લામાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી, પંડિત દિનદયાળ અંત્યોદય યોજના, દિનદયાળ ઉપાધ્યાય, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, નેશનલ સોશિયલ આસિસ્ટન્ટ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી-ગ્રામીણ), સ્વચ્છ ભારત મિશન(શહેરી-ગ્રામીણ), રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, ડીજીટલ ભારતીય જમીન દફતર અધ્યતીકરણ કાર્યક્રમ, દિન દયાળ ગ્રામ જ્યોતિ કાર્યક્રમ, શ્યામાપ્રસાદ મુખર્જી રૂર્બન મીશન, અટલ મીશન ફોર રેજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મીશન, સર્વ શિક્ષા અભિયાન, સંકલિત બાળ વિકાસ કાર્યક્રમ, મધ્યાહન ભોજન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, ડીજીટલ ભારત, પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના, સંકલિત ઉર્જા વિકાસ યોજના, કૃષિ વિકાસ, સોઈલ હેલ્થ કાર્ડ, કૃષિ સિંચાઈ યોજના, ત્વરીત સિંચાઈ, જળસ્ત્રાવ વિસ્તાર વિકાસ, રોજગારી સર્જન કાર્યક્રમ, રાષ્ટ્રીય ખાધાન સુરક્સઃઆ અધિનિયમ, સંસદસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના, એટીવીટી યોજના, ન્યુ ગુજરાત પેટર્ન યોજના, નાણાંકીય કામગીરીની સમીક્ષા વિગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
કલેક્ટર તુષાર સુમેરાએ ઉક્ત બાબતોએ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડયું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, આગેવાન પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી