Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમો યોજાયા

નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચના સંયુક્ત ઉપક્રમે ૧૨મા રાષ્ટ્રિય મતદાન જાગૃતિ કાર્યક્રમ સ્વીપ અંતર્ગત મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિ અંતર્ગત પોસ્ટર મેકીંગ સ્પર્ધાનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ભરૂચ જિલ્લાની જુદી-જુદી શાળા કોલેજના ૨૫૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ ભરૂચ તાલુકામાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે.એસ.એસનાં સંકલનમાં વાગરા, અંક્લેશ્વર અને હાંસોટના સબ સેન્ટરો ખાતે પણ કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થી ભાઈ-બહેનોને કિટ તથા પ્રમાણપત્ર અર્પણ કરીને પ્રોત્સાહિત કરાયા હતા. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી એસ.એમ.ગાંગુલી, મામલતદારશ્રી રોશની પટેલ તથા ચૂંટણી શાખાનાં પ્રતિનિધિઓ, શાળા કોલેજના શિક્ષકો, જે.એસ.એસ.નાં લાઈવલીહૂડ કો.ઓર્ડિનેટર, રિસોર્સ પર્સનો તથા નિયામકશ્રી ઝયનુલ સૈયદ ઉપસ્થિત રહીને આ કાર્યક્ર્મ સફળ બનાવ્યો હતો.

Related posts

ભરુચ: લગભગ 2 વર્ષના લાંબા સમયગાળા બાદ નબીપુરમાં આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની કિલિયારીઓ ગુંજી ઉઠી

bharuchexpress

અંકલેશ્વરમાં આગામી 3 દિવસમાં 25 હજારથી વધુ લાભાર્થીઓને 5 લાખનું વીમા કવચ મળશે

bharuchexpress

ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાશે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़