Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

આગામી ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે કાર્યક્રમ યોજાશે

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન માટે અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

આગામી ૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં“ જેન્ડર ઇક્વાલીટી ટુ ડે ફોર સસ્ટેઇનેબલ ટુમોરો ”ના થીમ ઉપર મહિલા અને બાળ વિભાગ દ્વારા ઉજવણી થનાર છે. જેના ઉપક્રમે ભરૂચ ખાતે પંડિત ઓમકારનાથ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, નિવાસી અધિક કલેકટર જે.ડી.પટેલની ઉપસ્થિતિમાં અમલીકરણ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી.

બેઠકમાં નકકી થયા અનુસાર ભરૂચ જિલ્લામાં આગામી ૮મી માર્ચ-૨૦૨૨ના દિને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે સવારે ૦૯.૦૦ કલાકે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓને પુરસ્કાર વિતરણ તેમજ સન્માન કાર્યક્રમ યોજાશે. જેમાં વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર મહિલાઓ, રમત વીરો, આરોગ્ય, આંગણવાડી, ૧૮૧ મહિલા હેલ્પલાઇન વગેરે વિભાગોમાં અગ્રેસર મહિલાઓને સન્માન પત્ર આપી તેઓની કામગીરીને બિરદાવવામાં આવશે. આ ઉપરાંત ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં આ દિન નિમિતે વિવિધ વિષયો જેવા કે, હિંસા મુક્ત સમાજની કલ્પના, મહિલાઓ અને હિંસા, મહિલાઓ અને સમાનતા, મહિલાને ન્યાય અને ગૌરવ પ્રદાન, સમાજમાં મહિલાનું મહત્વ જેવી થીમ ઉપર પોસ્ટર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સ્લોગન રાઇટીંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ સાથે કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ નિહાળવામાં આવશે.

બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

મુંબઈમાં 60 માળની બિલ્ડિંગનાં 19 માં માળે લાગી ભીષણ આગ : કરી રોડ વિસ્તારમાં 60 માળના બહુમાળી બિલ્ડિંગમાં આગ, જીવ બચાવવા ગ્રિલ સાથે લટકેલી વ્યક્તિ નીચે પટકાઈ

bharuchexpress

ભરૂચ: જિલ્લામાં ૨૫ મી જાન્યુઆરીએ બારમા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવશે

bharuchexpress

આજથી ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. હવે હવામાન વિભાગે આગાહી કરી છે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़