પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એ શરૂ કરેલ ઓપરેશન ગંગા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને વતન પરત લાવવાની કામગીરીની કરી સરાહના
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ નું તાત્કાલિક સમાપન થાય અને વિશ્વ માં શાંતિ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તથા ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા 100 કિમી સાયક્લિંગ દ્વારા શાંતિ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઊપરાંત આપણાં પ્રધાનમંત્રી મનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જે રીતે યુક્રેન માંથી ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ ને ઓપરેશન ગંગા દ્વારા સ્વમાનભેર ભારત પરત લાવી રહ્યા છે એ માટે શ્રી નરેન્દ્ર મોદીજી તથા ભારત સરકાર નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
આજ રીતે ભરૂચ જિલ્લા ના બંને સાયક્લિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ સાયક્લિંગ કરી ને ભરૂચ જિલ્લાની જનતાને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે.
આ પ્રસંગે સાયકલ યાત્રા કરી ભરૂચના ઝાડેશ્વર ખાતે પહોંચેલ સાયકલિસ્ટો નું સ્વાગત ગ્રામ પંચાયતના સભ્યો પૈકી બિરેનભાઈ પટેલ, સંદીપભાઈ પટેલ, દત્તુભાઈ, ભદ્રેશભાઈ પરમાર, અભી પટેલ અને કિશન પટેલ દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી