નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધો10 થી લઈ કોલેજ, ITI સહિતની માર્કશીટ ₹25000 માં બનાવી અપાતી
2 કોમ્પ્યુટર, 2 પ્રિન્ટર, સ્કેનર સહિત 239 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરેલી બનાવતી માર્કશીટ અને 43 ઓરીજનલ માર્કશીટ સાથે બે ભેજાબાજોની ધરપકડ
અંકલેશ્વરના ઓમકાર 2 કોમ્પ્લેક્ષ અને અંદાડામાંથી ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે બોગસ માર્કશીટ અને ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાના કૌભાંડ સાથે બે આરોપીઓને ઝડપી લીધા છે.
ભરૂચ SOG ના રવીન્દ્રભાઈ ને અંકલેશ્વરમાં બોગસ માર્કશીટ અને ચલણી નોટનું રેકેત ચાલતું હોવાની બાતમી મળી હતી. જેના આધારે ઓમકાર 2 કોમ્પ્લેક્ષમાં દરોડો પાડ્યો હતો. હાંસોટની રામનગર સોસાયટીમાં રહેતો સચીન પ્રેમાભાઈ ખારવા આરતી કન્સલ્ટન્સીના ઓથા હેઠળ જોબ પ્લેસમેન્ટના નામે બોગસ માર્કશીટનું રેકેટ ચલાવતો હોવાનું સર્ચમાં મળી આવ્યું હતું.
સચિન ની વધુ પૂછપરછ કરતા તેને આ માર્કશીટ અંદાદાની હરિઓમ રેસિડેન્સીમાં રહેતો રાહુલ નરેન્દ્ર પરમાર આપતો હોવાનું કબુલ્યું હતું. SOG એ રાહુલના ઘરે દરોડો પાડતા ત્યાંથી ધોરણ 10, 12 કોલેજ, વીર નર્મદ યુનિવર્સીટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.
બન્ને આરોપીના ત્યાંથી એસઓ જી એ કોમ્પ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, મોબાઈલ 404 હોલમાર્ક સ્ટીકર 239 ડુપ્લિકેટ બનાવેલી માર્કશીટ તેમજ 43 અસલ માર્કશીટ મળી આવતા જપ્ત કરાઈ હતી. આરોપી રાહુલ પાસેથી 50 અને 100 ના દરની 48 છાપેલી નકલી નોટો પણ મળી આવી હતી. બોગસ ચલણી નોટ અને માર્કશીટ રેકેટમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ટાર્ગેટ બનાવાતા હતા. જેમાં પાસ થયાનું પ્રમાણપત્ર માટે વિદ્યાર્થી દીઠ ₹25000 વસુલાતા હતા. તો રાહુલ સચિનને નાપાસ વિદ્યાર્થી શોધી લાવવા ₹5 હજાર આપતો હતો. બોર્ડ, યુનિવર્સીટીની વેબસાઈટ ઉપરથી લોગો અને માર્કશીટના નમૂના સ્કેન કરી સમગ્ર રેકેટ આચરવામાં આવતું હતું.
કેટલી ફેક માર્કશીટ અને ચલણી નોટો સહિત સર્ટિફિકેટ મળ્યા
48 ડુપ્લિકેટ ચલણી નોટો , 50 અને 100 ના દરની
18 માર્કશીટ 9 વિદ્યાર્થીઓની બનાવેલી
83 બનાવેલી ધો. 10 ના છાત્રોની માર્કશીટ
49 ધો. 10 અને 12 ના વિધાર્થીઓની બનાવતી માર્કશીટ
28 ITI માં પાસ થયેલા વિધાર્થીના પ્રમાણપત્રો
34 અન્ય માર્કશીટ અને સર્ટિફિકેટ
10 નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ
4 વીર નર્મદ યુનિવર્સીટીની ડુપ્લિકેટ માર્કશીટ
13 બીજા પરચુરણ દસ્તાવેજો
404 હોલમાર્કસ સ્ટીકર
ઓરીજનલ મળેલી માર્કશીટ
8 ધો. 12 ની માર્કશીટ
15 VNSGU ની માર્કશીટ
9 વિદ્યાર્થીઓના ડિપ્લોમા ડિગ્રીના સર્ટી.
આરોપીઓએ અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થીઓની પાસની માર્કશીટ બનાવી ₹40 થી 50 લાખ કમાયાની શકયતા
સચિન અને રાહુલ કોમ્પ્યુટર ઉપર નાપાસ થયેલા વિધાર્થીઓની અસલ માર્કશીટ લઈ પાસ થયેલી ડુપ્લિકેટ માર્કશીટ બનાવી આપતા હતા. બન્નેના ત્યાંથી અત્યાર સુધીમાં કુલ 282 જેટલી માર્કશીટ, પ્રમાણપત્ર, LC, બોનોફાઇડ સર્ટિફિકેટ મળી આવતા તેઓએ ₹40 થી 50 લાખનું કૌભાંડ આચર્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ શકયતા સેવાઈ રહી છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી