Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જાળવવા અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટનું જાહેરનામું

ભરૂચ જિલ્‍લામાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ યોગ્‍ય રીતે જળવાઇ રહે તે હેતુસર ભરૂચ અધિક જિલ્લા મેજીસ્‍ટ્રેટ જે.ડી.પટેલને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા સમ્રગ ભરૂચ જિલ્લામાં તા.૩૦/૦૩/૨૦૨૨ ના રાત્રિના ૨૪:૦૦ કલાક સુધી કેટલાક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે.

તદઅનુસાર હથિયાર, તલવાર, ધોકા, સોટી/લાકડી, બંદૂક, છરા, સળગતી મશાલ કે અન્‍ય બીજા હથિયાર કે જેનાથી શારીરિક ઇજા પહોંચાડી શકાય તે સાથે રાખી ફરવાનું, કોઇપણ ક્ષયકારી પદાર્થ અથવા સ્‍ફોટક પદાર્થ સાથે રાખી ફરવા, પથ્‍થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્‍તુઓ અથવા તે વસ્‍તુઓ ફેંકવાના, ઉકેલવાના યંત્રો સાથે લઇ જવા તથા તૈયાર કરવા, મનુષ્‍યોની આકૃતિઓ અથવા પૂતળા દેખાડવાનું, અપમાનીત કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેર બિભત્‍સ સુત્રો પોકારવાનું, અશ્‍લીલ ગીતો ગાવાનું અથવા ટોળામાં ફરવાનું, જે છટાદાર ભાષણ આપવાની ચાળા પાડવાની અથવા નકલ કરવાની તથા ચિત્રો નિશાનીઓ, જાહેરખબરો અથવા બીજા કોઇ પદાર્થ અથવા વસ્‍તુઓ તૈયાર કરવાની, દેખાડવાની, અથવા તેનો ફેલાવો કરવા, સુરૂચિ અથવા નિતિનો ભંગ થતો હોય અથવા જેનાથી રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરિણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની કે ચાળા વિગેરે કરવાની અને ચિત્રો નિશાનીઓ તૈયાર કરવાની, દેખાડવાની અથવા તેનો ફેલાવો કરવા જેવા કૃત્‍યો કરી શકશે નહીં.

આ હુકમ ધાર્મિકવિધિ કે મરણોત્તર ક્રિયાને લાગુ પડશે નહી, ફરજ પરના સરકારી કર્મચારીઓ કે જેને ફરજ ઉપર હથિયાર લઇ જવાનું, ધારણ કરવાનું હોય તેને લાગુ પડશે નહી. જિલ્લા મેજિસ્‍ટ્રેટ ભરૂચ, અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ ભરૂચ, એકઝીકયુટીવ મેજિસ્‍ટ્રેટ ભરૂચ, જંબુસર, આમોદ, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, વાલીયા, ઝઘડીયા, નેત્રંગ દ્વારા જેઓને શારીરિક અશકિત છે તેવા કારણોસર લાકડી/સોટી રાખવાની પરવાનગી આપી હોય તેઓને લાગુ પડશે નહી, ફાયરબ્રીગેડ, એમ્‍બ્‍યુલન્‍સ, અથવા સરકારી કામે પ્રવાસ કરતા વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહી. ખાસ કિસ્‍સા તરીકેની પરવાનગી ધરાવનારાઓને આ પ્રતિબંધ લાગુ પડશે નહી.

આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્‍યકિત આ અધિનિયમની કલમ-૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા-૧૮૬૦ ના પ્રકરણ-૧૦ની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ અધિક જીલ્લા મેજીસ્‍ટ્રેટ ભરૂચ તરફથી એક જાહેનામા ધ્‍વારા જણાવ્‍યું છે.

Related posts

નર્મદામૈયા બ્રીજ ફરી એક વખત અંધકારમય ! બોલો કેમ ?

bharuchexpress

ભરૂચ સિટીઝન કાઉન્સિલ ની ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવા રજૂઆત

editor

ભરૂચ જિલ્લામાં બે વર્ષ બાદ વાજતે ગાજતે દશામાની મૂર્તિ‌ની ઘેર-ઘેર પધરામણી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़