“તાલુકા સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ યોજાશે
– ફરિયાદ અરજી તા.૧૦/૦૩/૨૦૨૨ સુધીમાં મોકલી આપવાની રહેશે
મુખ્યમંત્રી ધ્વારા લોકસુખાકારી વધારવા માટે લોકોની ફરિયાદોનું સમયસર અને અસરકારક નિવારણ થાય તે માટે જિલ્લા કક્ષાએ મહિનાના ચોથા ગુરૂવારના દિવસને “ફરિયાદ નિવારણ દિવસ” તરીકે જાહેર કરેલ છે. માહે:માર્ચ-૨૦૨૨ના માસનો ગુરૂવાર તા.૨૪/૦૩/૨૦૨૨ (ચોથો ગુરૂવાર) “ફરિયાદ નિવારણ દિવસ” હોઇ ફરિયાદ અરજી તા.૧૦/૦૩/૨૦૨૨ સુધીમાં કલેકટર કચેરી- ભરૂચ ખાતે રૂબરૂ અથવા ટપાલમાં બે નકલમાં મોકલી આપવાની રહેશે.
અરજદારે અરજીના મથાળે ફરિયાદ નિવારણ કાર્યક્રમ એમ ખાસ લખવાનું રહેશે. અરજીઓ બે નકલમાં સુવાંચ્ય અક્ષરોમાં ફુલસ્કેપ કાગળ ઉપર કરવાની રહેશે અને તેમાં અરજદારે પોતાનો ટેલીફોન નંબર/મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે. પોસ્ટકાર્ડ કે આંતરપ્રદેશીય પત્રો પર અરજી કરવાની નથી. અરજદારે પોતાનો પ્રશ્ન જાતે રજુ કરવાનો રહેશે. બીજાનો પ્રશ્ન રજૂ કરવો નહિ. અરજીમાં એક જ વિષય અને એક જ કચેરીને લગતી બાબતનો સમાવેશ કરવાનો રહેશે.અરજીમાં ફરિયાદને લગતી કચેરીનું નામ પણ સ્પષ્ટ જણાવવાનું રહેશે. અગાઉ જે તે ખાતામાં કરેલ અરજીનો નિયમસર નિકાલ ન થતો હોય તેમજ આ અંગે અગાઉ તાલુકા કક્ષાના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પ્રશ્ન રજૂ કરેલ હોય,પરંતુ નિકાલ થયેલ ન હોય તેવી અરજી રજૂ કરવાની રહેશે. કોર્ટને લગતા, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી જેવા મહેકમ વિષયક પ્રશ્નો તેમજ પ્રથમ વખતની અરજીની બાબતો લેવામાં આવશે નહિ.
અત્રેની જે અરજદારને ફરિયાદ નિવારણમાં હાજર રહેવાની જાણ કરેલ હોય તે સિવાયના ફરિયાદ નિવારણના પ્રશ્ન લઇને અન્ય કોઇ પણ અરજદારે હાજર રહેવાનું નથી. માહે ફેબ્રુઆરી-૨૦૧૧થી “ગ્રામ સ્વાગત” કાર્યક્રમ શરૂ કરવા મુખ્યમંત્રીનો અભિગમ છે અને આ કાર્યક્રમ હેઠળ ગામના પ્રશ્નોની ફરિયાદ અરજીને “તાલુકા સ્વાગત” કાર્યક્રમમાં સમાવેશ કરી નિકાલ કરવાની છે જેથી જે તે માસની ૧ લી તારીખથી ૧૦મી તારીખ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીશ્રીને ગામના પ્રશ્નોની ફરિયાદ અરજી મોકલવાની રહેશે.
માહે:માર્ચ-૨૦૨૨ માસનો “તાલુકા સ્વાગત” ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩/૦૩/૨૦૨૨ના રોજ યોજાનાર હોઇ તા.૧૦/૦૩/૨૦૨૨ સુધીમાં સંબંધિત ગામના તલાટી કમ મંત્રીને મોકલવી એમ કલેકટર – ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.