ભરૂચ જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ખેલમહાકુંભમાં રજીસ્ટ્રેશન કરવા તથા સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા તંત્ર ધ્વારા અપીલ
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર રાજ્યમાં વર્ષ ૨૦૧૦ થી ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૧૧માં ખેલ મહાકુંભનું આયોજન સમગ્ર રાજ્યમાં તથા ભરૂચ જીલ્લા ખાતે થનાર છે. આ વર્ષે ખેલ મહાકુંભ-૨૦૨૨ અંતર્ગત શાળા/ગ્રામ્ય ક્લાથી રાજ્યક્ષા સુધી વિવિધ ૪ વયજુથમાં ૨૯ રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવનાર છે. આ ઉપરાંત દીવ્યાંગ ખેલ મહાકુંભનું પણ આયોજન થનાર છે. જે માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન વેબસાઈટ khelmahakumbh.gujarat.gov.in દ્વારા કરી શકાશે. ભરૂચ જીલ્લામાં વધુમાં વધુ ખેલાડીઓ પોતાનું રજીસ્ટ્રેશન કરાવે, સ્પર્ધામાં ભાગ લે અને ખેલ મહાકુંભને જ્વલંત સફળતા મળે તે માટે રજીસ્ટ્રેશન કરવા તથા સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
રજીસ્ટ્રેશન કરવા અંગે કોઈ ટેકનીકલ ક્ષતિ જણાય તો ટોલ ફ્રી નંબર-૧૮૦૦૨૭૪૬૧૫૧ પર સંપર્ક કરવાનો રહેશે. વધુ વિગત માટે જીલ્લા રમત ગમત અધિકારી કચેરી (૦૨૬૪૨-૨૪૨૩૫૫) તથા જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક (૦૨૬૪૨-૨૬૩૦૮૦) કરવા જિલ્લા રમત ગમત અધિકારી કચેરી ભરૂચ ધ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
બયુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી