



શિવરાત્રી નિમિત્તે નગરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા.
– શિવરાત્રી નિમિત્તે આમોદમાં શિવાલયોમાં વિશેષ પુંજન અર્ચન કરવામાં આવ્યું.
આમોદ નગર સહિત પંથકમાં શિવરાત્રી નિમિત્તે શિવાલયોને રોશનીથી શણગારવામાં આવ્યા હતાં.તેમજ શિવરાત્રી નિમિત્તે શિવાલયોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. શિવાલયોમાં સવારથી જ ભક્તોએ દર્શન માટે લાઈનો લગાવી હતી.આમોદમાં પાલેશ્વર મહાદેવ મંદિરે આજ રોજ શિવરાત્રી નિમિતે દર વર્ષની જેમ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ભાંગ તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર જંગલોમાં ભટકતું જીવન ગુજારતા વણઝારા લોકોએ બનાવ્યું હતું.જે આમોદમાં આવેલું પાલેશ્વર મહાદેવ મંદિર ૧૨૦૦ વર્ષ પુરાણું મંદિર છે.જેનું બાંધકામ પણ વણઝારા લોકોએ કર્યું હોવાનું મંદિરનું બાંધકામ સાક્ષી પૂરે છે કારણકે મંદિરમાં ચોરસ પાટલી જેવી ઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ મંદિરની બાહ્ય દીવાલો ઉપર વિવિધ ભાતની આકૃતિઓ કંડારવામાં આવી છે.
હાલમાં આમોદમાં યુવાનોએ ભેગા મળી પ્રાચીન મંદિરને રંગરોગાન કરાવ્યું છે.વણઝારા કોમનો એક વ્યક્તિ મહાદેવનો ભક્ત હતો અને તેણે ટેક લીધી હતી કે જ્યાં સુધી મહાદેવના દર્શન નહીં થાય ત્યાં સુધી ઉપવાસ નહીં તોડું.જેથી દિવસો સુધી ભૂખ્યો રહેતા તેની તબિયત લથડી પડી અને તે પથારીવશ બન્યો.આ પછી શંકર ભગવાનની તેની ઉપર કૃપા વરસી અને મહાદેવે તેને સ્વપ્નમાં આવીને કહ્યું હતું કે જ્યાં તું સૂતો છે ત્યાં હું છું જેથી ભક્ત વણઝારાએ તેની આસપાસના પાંદડા હટાવીને જોતા ત્યાંથી સ્વયંભૂં શિવલિંગ નીકળ્યું હતું.જે જોઈને વણઝારા કોમનો ભક્ત રાજીનો રેડ થઈ ગયો હતો.આમ ઉપવાસથી દુબળા થઈ ગયેલા ભક્ત વણઝારાને મહાદેવે સ્વયં દર્શન આપી તેનું પાલન પોષણ કર્યું હોવાથી તેનું નામ પાલેશ્વર મહાદેવ પડ્યું હતું.આ પાલેશ્વર મહાદેવના મંદિરે દર સોમવારે ભક્તિભાવથી પૂજન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી