હાંસોટ તાલુકામાં આવેલ દરગાહ હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર અકીદતમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી. સલાતો સલામના પઠન સાથે સંદલ શરીફ ઝુલુસ સ્વરૂપે નીકળ્યું હતું. હઝરત સૈયદ શાહ લંકાપતિ બાવા પીર રહમતુલ્લાહ અલયહિની દરગાહ શરીફ પર પહોંચ્યું હતું.
દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ મૂંઝવણ ફકીર મુસ્તુફા સંદલ શરીફ અર્પણ કર્યો હતો તેમજ સ્થાનિક આલીમોની ઉપસ્થિતિમાં સંપન્ન કરાઇ હતી. સંદલ શરીફ પ્રસંગે દરગાહ શરીફને ઝાકમઝોળ રોશનીથી શણગારવામાં આવી હતી. ત્યારબાદ સલાતો સલામના પઠન તેમજ ફાતેહા ખ્વાની સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. અંતમાં સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ રહે એ માટે વિશેષ દુઆ ગુજારવામાં આવી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી