Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભરૂચ: વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો.

જેમાં શિક્ષણલક્ષી ચર્ચા કરવામાં આવી હતી.

સાંપ્રત આધુનિક યુગમાં દરેક સમાજમાં શિક્ષણ ને ખુબ મહત્વ આપવામાં આવી રહ્યું છે. શિક્ષણ થકી દરેક સમાજ આગળ વધી પોતાના સમાજનું તેમજ દેશનું નામ રોશન કરે એ હેતુથી શિક્ષણને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સમયાંતરે શિક્ષણ લક્ષી સેમિનારો આયોજિત થતા હોય છે. ભરૂચ તાલુકાના વરેડિયા ખાતે એન.આર.આઇ. ગૃપ દ્વારા શૈક્ષણિક સેમિનાર યોજાયો હતો. જેમાં શિક્ષણલક્ષી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ પંચાયત કચેરીની બાજુમાં ગતરોજ ઢળતી સંધ્યાએ વિદેશથી પધારેલા વરેડિયા ગામના અતિથિઓની હાજરી વચ્ચે સેમીનાર યોજાયો હતો.

દિનપ્રતિદિન કથળતા જતા શિક્ષણનું સ્તર ઉંચુ લાવી ભાવિ પેઢી સુશિક્ષિત બની તેઓની ઉજ્જવળ કારકિર્દી બનાવી ગામ, સમાજ તેમજ રાષ્ટ્રના વિકાસ ના નિર્માણમાં સહભાગી બને એ હેતુસર સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે ગામના સરપંચ ફઝિલા દૂધવાળા એ હાજર જનોને સંબોધતા જણાવ્યું હતું કે વિદેશમાં વસતા એન. આર. આઈ. મિત્રોએ સુંદર સહયોગ આપ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સમાજ ત્યારે જ પગભર થઈ શકશે જ્યારે તે શિક્ષિત હોય ઇસ્લામના મહાન પયગમ્બર મુહમ્મદ સાહેબે પણ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે જો ચીન જવું પડે તો જવું જોઈએ એમ કહ્યું હતું.
આજે લાયબ્રેરીઓ સુની પડી છે. આપણા બાળકોને પરિસ્થિતિ સાથે મેચ થતા શીખવું પડશે એમ તેઓએ જણાવ્યું હતું. દેશ અને સમાજને કામ લાગે એ માટે આપણે આપણા બાળકોને શિક્ષિત બનાવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બનાવવા અનુરોધ કર્યો હતો. દીકરીઓને સ્વતંત્રતા આપવા જણાવ્યું હતું.

ત્યારબાદ યુવા મોહમ્મદ ભોપા એ.પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આપણે શિક્ષણની વ્યવસ્થા ખોટી કરી નાંખી છે. સમાજને વિચારધારા આપી શકે એવા સમાજ સેવકોની જરૂર છે. સૌને એક થવા તેઓએ ખાસ અનુરોધ કર્યો હતો. બાળકોને પૂછો કે તમારે શું બનવું છે ? બાળકો પણ યુનિક છે. બાળકોને સુશિક્ષિત બનાવવા ખાસ ભાર મૂક્યો હતો. પોતાનો અમૂલ્ય સમય ફાળવી સેમિનારમાં હાજરી આપવા બદલ વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજિત સેમિનારમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને ગ્રામ પંચાયત સરપંચ ફઝીલા દૂધવાળા, ડે. સરપંચ, સદસ્યો તેમજ ગામના યુવાનોએ જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

પાલેજ-નારેશ્વર માર્ગ બિસ્માર બનતા વાહનચાલકો સહિત ગ્રામજનો હાલાકીમાં મુકાવા પામ્યા છે.

bharuchexpress

કડોદરા ગ્રામ પંચાયતમાં નવા ચૂંટાયેલા સરપંચ યોગેશ સિંહ રણજીતસિંહ ગોહિલ એ આજ થી ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો

bharuchexpress

ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાની T20 ટીમ જાહેર, ડેવિડ વોર્નર નહી આવે

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़