Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરુચ: જિલ્લા કલેકટર તુષાર સુમેરાના વરદહસ્તે ભરૂચ ખાતે પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાયો

રસીકરણ હેઠળ ૦ થી ૫ વર્ષની વયના ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે

 

 

 

– ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા જિલ્લા કલેકટરશનો અનુરોધ

પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત ભરૂચના રોટરી કલબ હોલ અને કસક ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના વરદહસ્તે પોલીયો રસીકરણ અભિયાનનો દિપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. આ વેળાએ કલેકટરએ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે. કલેકટરએ જિલ્લાનું ૦ થી ૫ વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને ૧૦૦ ટકા કામગીરી થાય તે જોવા ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું.

આ વેળાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા, ડો. અનિલ વસાવા, રોટરી કલબ- ભરૂચના હોદેદારો, આરોગ્ય વિભાગના અધિકારીગણ, બાળકો ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૨ના રોજ ૯૬૭ બુથ પર ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાનનો આજથી પ્રારંભ થયેલ છે તથા તા.૨૮/૦૨/૨૦૨૨ અને તા.૦૧/૦૩/૨૦૨૨ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં ૪૮૬ કર્મચારીઓ અને ૫૪ સુપરવાઈઝર, આમ કુલ ૫૪૦ જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.

Related posts

2016 બાદ માર્ચ મહિનામાં તાપમાન 40ને પાર, ભરૂચ જિલ્લામાં જ્વલનશીલ કેમિકલ સાચવવા ઉદ્યોગકારોમાં ચિંતા

bharuchexpress

ભરૂચના કે જે પોલીટેકનિક કોલેજ માં સિક્યુરિટી દ્વારા વિદ્યાર્થીને માર મારતાં પોલીસ ફરિયાદ

bharuchexpress

આમોદ મેલીયા નગરીમાંથી ૧.૫૭ લાખના વિદેશી દારૂ સાથે મહિલા બુટલેગર પકડાઈ.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़