Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર: બાકરોલ બ્રિજ નીચેથી મ્યાઉ મ્યાઉ ડ્રગ્સ સાથે 3 નશાના સોદાગરોને SOG એ ઝડપ્યા

 

 

 

 

 

મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો
₹2.73 લાખનું એમ.ડી. ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ મળી કુલ ₹5 લાખનો જથ્થો કબ્જે કરાયો
સમગ્ર મામલે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરા એ હાથ ધરી

ભરૂચ SOG ને અંકલેશ્વરના બાકરોલ બ્રિજ નીચે પાર્ટી ડ્રગ્સના સપ્લાયર અને કેરિયર ભેગા થવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે વોચ ગોઠવતા ઇકો કારમા ડિલિવરી આપવા આવેલા બે આરોપી અને ડિલિવરી લેનાર કેરિયરને પકડી પાડ્યો હતો. ઇકો કાર નંબર જીજે 5 આર.ઇ. 6509 માં દઢાલના મદનીનગરના રિઝવાન અબ્દુલ સૈયદ અને નવાગામ કરારવેલનો શરીફ ઉર્ફે સદામ ચૌહાણ એમ.ડી. ડ્રગ્સ મેફોડ્રિન પાન મસાલાની પડકીમાં લઈ આવ્યા હતા.

મ્યાઉ મ્યાઉ ડ્રગ્સનો 27 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝઘડિયાના દઢેડા ગામનો સાદાબોદીન ઉર્ફે સાદાબ શેખ લેવા આવ્યો હતો. એસ.ઓ.જી. એ ત્રણે ડ્રગ્સના સોદાગરોને ઝડપી પાડી ₹2.73 લાખનું એમ.ડી.ડ્રગ્સ, ઇકો કાર, 4 મોબાઈલ અને રોકડ મળી કુલ ₹5 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આ ડ્રગ્સ તેઓ સુરત કડોદરા ચોકડી ખાતેથી વેચાણ અર્થે લાવ્યા હતા. એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ એસ.ઓ.જી. પી.આઈ. કે.ડી. મંડોરા એ હાથ ધરી છે. સાથે જ ઝડપાયેલા M.D. ડ્રગ્સના સેમ્પલ લઈ તેને તપાસ માટે FSL માં મોકલી આપવામાં આવ્યા છે.

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ: જિલ્લા કક્ષાની મેન્યુઅલ સ્કેવેન્જર્સ તકેદારી સમિતિની બેઠક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને મળી હતી.

bharuchexpress

ભરૂચના યોગી પટેલે પોતાના 31માં જન્મ દિવસે કર્યો સંકલ્પ.

bharuchexpress

ને.હા.48 પર નબીપુર નજીક ટ્રક પલટી જતા અક્સ્માત સર્જાયો, ટ્રક પલ્ટી જતા વાહનવ્યવહારને અસર થવા પામી હતી…

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़