અંક્લેશ્વર રૂરલ પો.સ્ટે.પાર્ટ બીગુ.ર.નં-૧૧૧૯૯૦૦૬૨૨૦૧૮૯/૨૦૨૨ ઈ.પી.કો. કલમ ૩૩૬ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૯)(૯) મુજબના કામે તા.૨૦/૦૨/૨૦૨૨ ની રાત્રીના આશરે કલાક: ૨૨/૩૦ થી તા.૨૧/૦૨/૨૦૨૨ કલાક: ૦૧/૩૦ દરમ્યાન કાપોદ્રા ગામની સીમમાં રૂષીકુળ ગૌધામ ખાતે આ કામના આરોપી વિક્રમભાઈ હરીભાઈ શીયાલીયાએ પોતાના કબ્જા ભોગવટાના રિવોલ્વરથી ઋષિકુળ ગૌધામ કાપોદ્રાના ખુલ્લા કમ્પાઉન્ડમાં લોકડાયરાના કાર્યક્રમ દરમ્યાન પોતાની તથા બીજાઓની જીંદગી અને શારીરીક સલામતી જોખમમાં મુકાઈ તે રીતે આરોપી દેવસીભાઈ ભીમાભાઈ સોલંકીનાઓ પાસેથી પરવાનાવાળી રિવોલ્વર લઇ હવામાં ફાયરીંગ કરી હથીયારનો દુર્પયોગ કરી ગુન્હો કરેલ જે ગુનામાં ફાયરીંગ કરનાર આરોપી તથા ગુનામાં વાપરેલ રિવોલ્વર આપનાર આરોપીને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટ કસ્ટડીમાં રજુ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓ ના નામ
(૧) વિક્રમભાઈ હરીભાઈ શીયાળીયા રહે.મોમાઈક્રુપા ભોમેશ્વર પ્લોટ નં.૬ રેલ્વે ફાટકની સામે જામનગર રોડ રાજકોટ તા.જી. રાજકોટ
(૨) દેવસીભાઈ ભીમાભાઈ સોલંકી રહે. મુળ આજોઠા વાડી વિસ્તાર તા. વેરાવળ જી. ગીરસોમનાથ હાલ રહે. કાપોદ્રા ઋષીકુળ ગૌધામ ને.હા.નં. ૪૮ રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ કાપોદ્રા તા.અંકલેશ્વર જી. ભરૂચ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ૩૨ NP બોર રીવોલ્વર કિ.રૂ.૮૫,૦૦૦/- તથા ત્રણ ખાલી કારતુસ કિ.રૂ.૦૦
અધિકારી/કર્મચારીઓના નામ –
પોલીસ ઇન્સ્પેકટર શ્રી વિ.કે.ભુતિયા તથા A.S.I હરભમસિંહ જયવિરસિંહ બ.નં ૧૩૬૮ તથા અ.હે.કો પંકજભાઇ પરભુભાઇ બ.નં.૮૨૨ તથા અ.પો.કો જયદીપસિંહ સુખદેવસિંહ બ.નં ૧૬૧૯ નાઓ દ્વારા કરવામાં આવેલ છે.
બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી