Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરુચ: જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષપદે પલ્સ પોલીયો સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ

 

– તા.૨૭ ફેબ્રુઆરીથી ભરૂચ જિલ્લામાં
પલ્સ પોલીયો રસીકરણ અભિયાનનો થનારો પ્રારંભ

– રસીકરણ હેઠળ ૦ થી ૫ વર્ષની વયના ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીના અધ્યક્ષપદે જિલ્લા પંચાયત સમિતિખંડ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરા સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં સઘન પલ્સ પોલીયો ઇમ્યુનાઇઝેશન સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૨ના રોજ ૯૬૭ બુથ પર ૦ થી ૫ વર્ષની વયના બાળકો માટે સઘન પલ્સ પોલીયોની રસીકરણનું અભિયાનનો પ્રારંભ થનાર છે તથા તા.૨૮/૦૨/૨૦૨૨ અને તા.૦૧/૦૩/૨૦૨૨ એમ બે દિવસ ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને પોલીયોના ટીપા રસીકરણ હેઠળ જિલ્લામાં ૨૨૭૩૦૧ બાળકોને આવરી લેવાશે જેમાં ટ્રાન્ઝીટ પોઇન્ટ તથા મોબાઈલ ટીમમાં ૪૮૬ કર્મચારીઓ અને ૫૪ સુપરવાઈઝર, આમ કુલ ૫૪૦ જેટલાં આરોગ્ય વિભાગનાં અધિકારીઓ-કર્મચારીઓ આ અભિયાનમાં તેમની સેવાઓ આપશે.

ઉક્ત બેઠકમાં જિલ્લાનું ૦ થી ૫ વર્ષની વયનું એક પણ બાળક પલ્સ પોલીયોની રસીથી વંચિત ન રહે તેમજ સંબધિત અધિકારીઓને ૧૦૦ ટકા કામગીરી થાય તે જોવા જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ કાળજી અને તકેદારી રાખવા જિલ્લા આરોગ્યતંત્રને જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતું. બેઠકમાં એન.આઈ.ડી. કાર્યક્રમ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથોસાથ જિલ્લા વિકાસ અધિકારીએ બેઠકમાં કોવિડ-૧૯ ની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન થાય તે જોવા પર ખાસ ભાર મૂક્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરીએ ભરૂચ જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોના બે ટીપા પીવડાવી રાષ્ટ્રને પોલીયોમુક્ત બનાવવાના અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો છે.

આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.દુલેરાએ એજન્ડા મુજબની કામગીરીની ચર્ચા કરતાં પલ્સ પોલીયો વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ ઉપરાંત ગ્રામ્ય/શહેરી વિસ્તારમાં વેક્સિન બુથની વ્યવસ્થા, કોલ્ડચેઈન-જાળવણી અંગેની વ્યવસ્થા, વાહનો રીકવીઝીટ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીગણ ઉપરાંત જિલ્લા કક્ષાની એન. આઈ. ડી. સ્ટીયરીંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

નર્મદામૈયા બ્રીજ ફરી એક વખત અંધકારમય ! બોલો કેમ ?

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

જંબુસરના અણખી ગામની દૂધડેરીમાં દૂધની ગુણવત્તા તપાસવા મુદ્દે થઈ મારામારી, એક વ્યક્તિને ગંભીર ઇજાઓ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़