Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

આમોદ શહેર ભાજપ પ્રમુખને સામુહિક રાજીનામાં આપી ભાજપ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી.

આમોદ પાલિકા સામે પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલાં સફાઈ કામદારોના સમર્થનમાં ભાજપ મોરચાના હોદ્દેદારોના સામૂહિક રાજીનામાં.

 

આમોદ શહેર ભાજપના ઉપપ્રમુખ સહિત મોરચાના પ્રમુખે રાજીનામું આપી દીધું.

આમોદ નગરપાલિકા સામે છેલ્લા એક મહિનાથી પોતાની વ્યાજબી માંગણીઓને લઈને પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કામદારોના પ્રશ્નોનો કોઈ નિવેડો નહીં આવતા આમોદ શહેર ભાજપના અનુસુચિત મોરચાના પ્રમુખ વનમાળી સોલંકી,મહામંત્રી વિરલ ચાવડા સહિત આમોદ શહેર ભાજપના જનરલ સંગઠનના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકી સહિતના હોદ્દેદારોએ સામુહિક રાજીનામાં ધરી દેતાં ભાજપમાં ભૂકંપ સર્જાવા પામ્યો છે.આવનારી વિધાન સભાની ચૂંટણી પહેલા દલિત સમાજના આગેવાનોના સામુહિક રાજીનામાં પડતાં જિલ્લાના હોદ્દેદારોની મોરચાના કાર્યકરોને મનાવવા માટે દોડધામ જોવા મળી હતી.

આમોદમાં અનુસુચિત મોરચાના ૧૫ થી વધુ હોદ્દેદારોએ સામુહિક રાજીનામા આમોદ શહેર ભાજપ પ્રમુખ મહેશભાઈ શાહને ધરી દીધા હતા.અને ભાજપ પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી કે આમોદ પાલિકામાં ભાજપનું શાસન હોવા છતાં પાલિકા દ્વારા સફાઈ કામદારોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી. તેમજ જણાવ્યું હતું કે જ્યારથી સફાઈ કામદારોના પ્રતિનિધિઓ પ્રતીક ઉપવાસ ઉપર બેઠા છે ત્યારથી કોઈને કોઈ પાલિકાના સદસ્યો તથા ભાજપના હોદેદારો તેમજ આગેવાનો આવીને મુલાકાત લઈ જાય છે અને માત્ર ખોટા આશ્વાસન આપી જતાં રહે છે.જેથી સમાજના હોદ્દેદારોને ખુલ્લી મજાક બનાવી દીધું હતું.જે બાબતે આજ રોજ આમોદ અનુસુચિત મોરચાના હોદ્દેદારોએ સામુહિક રાજીનામાં આપી દેતાં આવનાર વિધાન સભાની ચૂંટણી પહેલા ભાજપનું મોવડી મંડળ પણ ચિંતિત બન્યું હતું.ત્યારે આમોદ પાલિકામાં ભાજપ શાસિત બોર્ડ સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવે છે તે જોવું રહ્યું.
આ બાબતે આમોદ શહેર ભાજપના જનરલ સંગઠનના ઉપપ્રમુખ પ્રહલાદ સોલંકીએ જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનાથી પ્રતીક ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કામદારોના પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી આમોદ પાલિકામાં ભાજપનું બોર્ડ હોવા છતાં સફાઈ કર્મચારીઓની કોઈ માંગણી સ્વીકારી નથી.જેથી અમોએ સામુહિક રાજીનામુ આપવાની ફરજ પડી છે.
આમોદ શહેર ભાજપના પ્રમુખ મહેશભાઈ શાહે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલને ફોનથી જણાવ્યું હતું કે પાંચ દિવસમાં ઉપવાસ ઉપર બેઠેલા સફાઈ કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ થવું જોઈએ.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચમાં યુવતીએ પ્રેમી સાથે સંબંધ તોડી નાખ્યો તો પ્રેમીએ યુવતીની સગાઈ તોડાવી પજવણી શરૂ કરી, પોલીસ ફરિયાદ

bharuchexpress

ભરૂચ:પર્યાવરણ જાગૃતિ માટે લગાવેલ બોર્ડ ચર્ચાનું કેન્દ્ર બન્યો,ભરૂચ ની જગ્યાએ તંત્રએ ભરુત લખેલા બોર્ડ લગાવી દીધા..!

bharuchexpress

ભરૂચ એલ સી બી ટીમ ની સરાહનીય કામગીરી

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़