



સ્વચ્છ ભારત અભિયાન જ્યારે ચાલી રહ્યું છે ત્યારે ગુજરાતના જિલ્લાઓમાં નંબર 1 મેળવવાની હોડમાં બધા જિલ્લાના અધિકારીઓ મહેનત કરી રહયા છે અને કામ પાર નજર રાખવા સમયાંતરે જિલ્લાના વિવિધ સ્થળો, જાહેર સંસ્થાઓ, સ્કૂલો તથા ગામડાઓની મુલાકાત લેતા હોય છે. જે મુજબ ભરૂચ જિલ્લાની ટીમે આજરોજ નબીપુર ગામની મુલાકાત લીધી હતી. જેઓએ આ યોજના ના સંદર્ભે ગામની સ્કૂલો, જાહેર માર્ગો અને ગામની સ્વચ્છતા અંગે જાત નિરીક્ષણ કર્યું હતું. આ ટીમે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે આવી ગામના તલાટી, સરપંચ અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે બેઠક કરી હતી અને અહેવાલ લીધો હતો.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી