Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ : મરાઠી સમાજ દ્વારા શિવાજી મહારાજની 392મી જન્મજયંતિની નિમિત્તે ભવ્ય બાઇક રેલી યોજાય..

 

– મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે,

મરાઠા સામ્રાજ્યના સ્થાપક શિવાજી મહારાજની આજે 392મી જન્મજયંતિનો પાવન અવસર છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મરાઠી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી.

શિવાજી મહારાજને બહાદૂર, બુદ્ધિશાળી, બહાદૂરીથી ભરેલા અને ઇતિહાસના મહાન રાજા તરીકે પૂજવામાં આવે છે. શિવાજીના શાસન હેઠળ સામાન્ય લોકોને હંમેશા ન્યાય મળતો હતો અને તેથી જ આજે પણ તેઓને લોકોના રાજા કહેવામાં આવે છે. ભરૂચ શહેર તથા જિલ્લામાં વસતા મરાઠી સમાજ સહિત હિન્દુ સંગઠનો દ્વારા છેલ્લા 6 વર્ષથી શિવાજી જયંતિની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આજરોજ શિવાજી મહારાજની 392મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સાઈ મંદિરથી મકતમપુર રોડ, કસક સર્કલ, રેલ્વે સ્ટેશન થઈ પાંચબત્તી સ્થિત હોસ્ટેલ ગ્રાઉન્ડ સુધી બાઇક રેલી યોજાય હતી, ત્યારે આ ભવ્ય બાઇક રેલી દરમ્યાન જય શિવાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર આરોપીઓને ઝડપી પાડ્યા

bharuchexpress

કલેક્ટરશ્રી યોગેશભાઈ ચૌધરી તથા નેટવર્ક ડીજીએમ સુશ્રી વિણાબેન શાહ તેમજ મહાનુભાવોના હસ્તે લોન મંજૂરીપત્રો તેમજ ચેક એનાયત કરાયા

bharuchexpress

કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિએ અંકલેશ્વરના પીરામણ ગામે શ્રદ્ધાંજલિ અપાઇ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़