Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

40.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશને નોંધાઇ છે….

કરજણ તાલુકાના ને.હા. 48 ઉપર આવેલ ભરથાણા ટોલનાકા ઉપરથી લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમી આધારે રૂ. 35.28 લાખનો વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની અટકાયત કરી ટેમ્પા સાથે રૂ. 40.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશને નોંધાઇ છે….

વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાન્ચ તા. 18 ના રોજ રાતના પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એક આઈશર ટેમ્પો નં.MP-41-GA-0548 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફથી વડોદરા તરફ જનાર છે. એવી બાતમી મળી હતી. જેના આધારે પોલીસ જવાનો કરજણ ભરથાણા ટોલનાકાએ વોચમાં ગોઠવાયા હતાં. ત્યારે ઉપરોક્ત બાતમી વાળી આઈશર ટેમ્પો આવી પહોંચતાં તેને કોર્ડન કરી તપાસ આરંભી હતી. ટેમ્પાના ચાલકે સરદારલાલ માંગીલાલ હરિજન રહે. ગુડભેલી, તા. બડોદ, શાજાપુર મધ્યપ્રદેશ હોવાનું તેમજ ટેમ્પામાં મેડિસિન હોવાનું જણાવ્યું હતું. સંતોષકારક જવાબ નહિ મળતાં વધુ તપાસ પૂછપરછમાં આઈશર ટેમ્પાના પાછળના ભાગમાં લગાવેલી તાળપત્રી હટાવી જોતાં પલાયવુડના મોટા બોક્ષમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ પોલીસે બાતમી આધારે રૂ. 35.28 લાખનો વિદેશી દારૂનો જથ્થો, રૂ.5 લાખની આઈશર ટેમ્પો , રૂ.1 હજારનો મોબાઈલ ,  તાળપત્રી, વિદેશી દારૂનો જથ્થો સંતાડવા બનાવેલા પલાયવુડના બોક્ષ, દોરડું મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ. 40.39 લાખ પોલીસે કબજે કર્યો છે. પોલીસે ટેમ્પાના ચાલક સહિત રવિંદર અમરીક્સિંગ સલૂજા રહે. દેવાસ એમ.પી. ની અટકાયત કરી જથ્થો ભરી આપનાર એમ ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા પામી છે…

– પોલીસે ઝડપી પાડેલો વિદેશી દારૂનો જથ્થો તસવીરમાં નજરે પડી રહ્યો છે…

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલનો સપાટો

bharuchexpress

પ્રાઇવેટ સ્કૂલ ની વધુ ફી અને ડોનેશન પ્રથા બંધ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી નો વિરોધ પ્રદર્શન.

bharuchexpress

શહેરમાં 6 દિવસમાં 700થી વધુ ઢોર પકડાયા પરંતુ તે છતાં પણ રસ્તે રઝડતા જોવા મળી રહ્યા છે ઢોર

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़