Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

ભારતના ચૂંટણીપંચ ધ્વારા “મારો મત એ માટે ભવિષ્ય છે, એક મતની તાકાત” થીમ ઉપર રાષ્ટ્રીય કક્ષાની મતદાર જાગૃતિ સ્પર્ધાનું કરાયેલું આયોજન

 

– ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા સંગીત સ્પર્ધા, વિડીયો બનાવવા અને પોસ્ટર ડિઝાઇન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઇ શકાશે

– સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ વેબસાઇટ પર નોંધણી કરાવી તા.૧૫ મી માર્ચ સુધીમાં વધુ વિગતો ઇ મેઇલથી સબમીટ કરાવવાની રહેશે

ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૨૫/૦૧/૨૦૨૨ રાષ્ટ્રીય મતદાતા દિવસના રોજ રાષ્ટ્રીય મતદાર જાગૃતિ સ્પર્ધા “મારો મત એ મારૂં ભવિષ્ય છે. એક મતની તાકાતની થીમ લોન્ચ કરવામાં આવેલ છે. જેમાં તમામ વયજુથના લોકો સહભાગી બની શકે તે માટે જુદી જુદી ૫(પાંચ) પ્રકારની હરીફાઈ જેમ કે, ક્વિઝ સ્પર્ધા, સ્લોગન સ્પર્ધા, સંગીત સ્પર્ધા, વિડીયો બનાવવા અને પોસ્ટર ડિઝાઇન (Quiz Contest, Slogan Contest, Song Contest, Video Making Contest, Poster Design Contest) જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકો માટે કલાપ્રેમી વ્યવસાયિક સંસ્થાકીય જેવી 3 શ્રેણીઓ નક્કી કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિ પોતાને લાગુ પડતી શ્રેણીમાં નામ નોંધાવી શકે છે. તમામ સ્પર્ધામાં અલગ અલગ કેટેગરી પ્રમાણે સૌથી સારૂં પ્રદર્શન કરનાર સ્પર્ધકને ચૂંટણી પંચ ધ્વારા રોકડ ઈનામો પણ આપવામાં આવશે તેમજ કવિઝના સ્પર્ધકને https://ecisvee.nic.in/contest પરથી ઇ-પ્રમાણપત્ર આપવામાં આવશે.
સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિસ્પર્ધીએ https//ecisveep.nic.in/contest વેબસાઈટ પર રજીસ્ટર કરવાનું રહેશે અને તેની માર્ગદર્શિકા અને ઘરતોનું પાલન કરવાનું રહેશે ગીત, વિડિયો, સ્લોગન અને પોસ્ટર સ્પર્ધામાં ભાગ લેવા માટે પોતાની વિગતો voter-contest@eci.gov.in ઈ-મેઇલ પર સ્પર્ધાનું નામ, શ્રેણી કેટેગરીની વિગતો સાથે ચૂંટણી પંચને મોડામાં મોડી તા.૧૫/૦૩/૨૦૨૨ સુધીમાં સબમીટ કરવાની રહેશે.

એન્ટ્રી સાથે સ્પર્ધકે પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર જેવી વિગતો મોકલવાની રહેશે. વિડીયો. ગીત અને સ્લોગન માટે સ્પર્ધકો કોઈ પણ માન્ય ભાષામાં પોતાની કૃતિ રજુ કરી શકશે. સદરહું ઉક્ત સ્પર્ધામાં ભાગ લેવા માટે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ભરૂચ તરફથી ભરૂચ જિલ્લાની જનતાને જાહેર અપીલ કરાઇ છે

Related posts

ભરૂચ : આમઆદમી પાર્ટી નો વધતી જતી મોંઘવારી સામે અનોખો વિરોધ.

bharuchexpress

ભરૂચ : વોર્ડ નં.10 ના પેન્ડિંગ કાર્યો સત્વરે શરૂ કરવા નગરપાલિકા સમક્ષ રજૂઆત..

bharuchexpress

ભરૂચમાં જવેલર્સને ત્યાં ચોરી કરી ભાગેલા ચાર તસ્કરો પૈકી ત્રણને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યા

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़