Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુકવામાં આવેલ નિયંત્રણો લંબાવાયા

ભરુચ: ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન–૨૦૨૦ મજબનું જાહેરનામું બહાર પડાયું

નોવેલ કોરોના વાયરસને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સબંધમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકાર દ્વારા સમયાંતરે સચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. ગૃહ વિભાગના હુકમથી તા.૨૫/૦૨/૨૦૨૨ સુધી સમગ્ર રાજયમાં કેટલાંક મુકવામાં આવેલ નિયંત્રણો લંબાવવાનું રાજય સરકારે નકકી કરેલ છે. ભરૂચ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે.ડી.પટેલે ફોજદારી કાર્યરીતી અધિનિયમ – ૧૯૭૩ ની કલમ-૧૪૪ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ તથા ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન–૨૦૨૦ અન્વયે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટીફીકેશન નં.જી.પી/૯/એનસીવી/૧૦૨૦૨૦/એસએફ-૧/જી, તા.૧૩/૦૩/૨૦૨૦ અન્વયે મળેલ સત્તાની રૂએ નીચે મુજબ અમલવારી કરવા ફરમાવેલ છે.

(૧) તમામ પ્રકારના રાજકિય, સામાજિક (લગ્ન સહિત), શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો, રમત ગમતની પ્રવૃતિઓ, અન્ય તમામ જાહેર સમારંભો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ તથા મનોરંજક સ્થળોમાં ખુલ્લા સ્થળોમાં સ્થળ ક્ષમતાના મહત્તમ ૭પ% વ્યકિતઓ જયારે બંધ સ્થળોએ સ્થળ ક્ષમતાને મહત્તમ ૫૦% ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિતો થઈ શકશે.
(૨) લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે નહીં.
(૩) તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.
(૪) કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭/૧૨/૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for Covid-19 નું તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
૧) જાહેર સ્થળોએ કામના સ્થળોએ તથા મુસાફરી દરમ્યાન ફરજીયાત માસ્ક/ફેસ કવર પહેરવાનું રહેશે.
૨) દરેક વ્યક્તિઓએ જાહેર સ્થળોએ સામાજીક અંતર( દો ગજ કી દુરી) રાખવાનું રહેશે. ગ્રાહકો શારીરિક અંતર રાખે તે દુકાનદાર/માલિકોએ સુનિશ્ચત કરવાનું રહેશે. ૩) પ્રવર્તમાન નિયમો અને કાયદાનુસાર જાહેરમાં થૂંકવા બદલ દંડ/શિક્ષાને પાત્ર થશે.

આ જાહેરનામું તા.૧૮/૦૨/૨૦૨૨ ના રોજ સવારના ૦૫:૦૦ કલાક થી તા.૨૫/૦૨/૨૦૨૨ ના રોજ સવારના ૦૫:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-પ૧ થી ૫૮ ની જોગવાઈ મુજબ શિક્ષાને પાત્ર થશે.ભરૂચ જીલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવતા તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત, કરવામાં આવે છે.

Related posts

અંકલેશ્વરમાં 25 લાખ લાભાર્થી વીમાથી સુરક્ષિત

bharuchexpress

કલેકટર શ્રી તુષારભાઈ સુમેરા હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામ ના મતદાન મથકોની મુલાકાત લીધી

bharuchexpress

અંકલેશ્વરમાં 2 વયોવૃદ્ધ મતદારોએ પોસ્ટલ બેલેટ પેપરથી વોટિંગ કર્યું; તંત્રએ વિશેષ ટીમની વ્યવસ્થા કરી મતદાન કરાવ્યું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़