Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: જિલ્લાના સમગ્ર મહેસુલ વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્‍યકિતઓના એકી સાથે કોઇ પણ જગ્‍યાએ ભેગા થઈ કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મુકાયો

 

– ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) અન્વયે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) અન્વયે ભરૂચ જિલ્‍લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ યોગ્‍ય રીતે જળવાઇ રહે તે જોવાની ખુબ જ જરૂરિયાત છે જેથી જાહેર વ્યવસ્થા જાળવવાના હેતુ માટે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂ એ અધિક જિલ્લા મેજિસ્‍ટ્રેટ જે.ડી.પટેલે એક જાહેરનામા ઘ્‍વારા ભરૂચ જિલ્લાના સમગ્ર મહેસુલ વિસ્તારમાં તા.૧૯/૦૨/૨૦૨૨ નાં ૦૮:૦૦ કલાક થી તા.૦૫/૦૩/૨૦૨૨ રાત્રિના ૨૪:૦૦ કલાક સુધીની મુદ્દત માટે ચાર કરતાં વધુ વ્‍યકિતઓના એકી સાથે કોઇ પણ જગ્‍યાએ ભેગા થઈ કોઇ મંડળી, રેલી કે સરઘસ કાઢવા તથા કલેક્‍ટર કચેરી – ભરૂચની પ્રિમાઇસીસમાં સક્ષમ અધિકારીની પરવાનગી સિવાય ધરણા, ભૂખ હડતાળ પર બેસવા, રેલી કાઢી રેલીનાં સ્‍વરૂપે આવી આવેદન પત્ર આપવા પર મનાઈ ફરમાવેલ છે.

આ હુકમ ફરજ પર સરકારી નોકરીમાં અથવા રોજગારમાં હોય તે વ્‍યકિતને, ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક દળની વ્‍યકિતઓ, સ્‍મશાન યાત્રા-અંતિમયાત્રાને, સક્ષમ અધિકારી તરફથી ખાસ કિસ્‍સા તરીકેની પરવાનગીને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઇપણ વ્‍યકિતને ફોજદારી અધિનિયમની કલમ ૧૩૫ ની પેટા કલમ-૩ તથા ભારતીય દંડ સંહિતા ૧૮૬૦ ના પ્રકરણ ૧૦ ની કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે તેમ જણાવાયું છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

ઝારખંડ કોંગ્રેસના ધારાસભ્યોને મળ્યા ત્રણ મહિના શરતી વચગાળાના જામીન, રોકડ સાથે કરાઈ હતી ધરપકડ

bharuchexpress

આમોદ તાલુકાના નાહીયેર ગામે હઠીલા હનુમાન મંદિરે સુંદરકાંડનો પાઠ યોજાયો.

bharuchexpress

ભરૂચ LCBએ એક રીઢા વાહન ચોરને ઝડપી પાડ્યો; આરોપીએ વાહનો ચોરી કર્યા હોવાનું કબૂલ્યું

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़