Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરૂચ: કેલોદમાં આદીવાસીના રસ્તે દબાણ મુદ્દે રીસ રાખી ડે. સરપંચ પર હુમલો કરાતા સારવાર હેઠળ

 

ભરૂચ તાલુકાના કેલોદ ગામે આદીવાસી ફળીયાના આવનજાવનના રસ્તે ગામના જ એક માથાભારે ઇસમે પોતાનું ઘર બનાવી દબાણ કર્યાની ફરિયાદની રીશે કેલોદના ડે.સરપંચને ૬ જેટલા ઇસમોએ માર મારતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા છે.

આ ઘટનામાં કેલોદના આદિવાસી ફળીયાના રસ્તા ઉપર ગામના બળદેવભાઇ દેસાઇભાઇ પટેલે દબાણ કર્યાની અરજી આદિવાસી ફળીયામાંથી ભરૂચ તાલુકા વિકાસ અધિકારીને કરાતા સ્થળ તપાસ અર્થે ટી.ડી.ઓ. એ તલાટી અને સરપંચના ચાર્જમાં રહેલ ડે. સરપંચને સાથે રાખી ખરાઇ કરવા ગયા હતા જે બાબતની રીશ રાખી બીજા દિવસે જ્યારે ડે.સરપંચ રાજેન્દ્ર ડાહ્યાભાઇ પ્રજાપતિ ઉ.વર્ષ.૫૭ રહે. રામજી મંદિર સામે કેલોદના પોતાન ઘરના ઓટલે બેઠા હતા ત્યારે ગત રાતે ૮.૩૦ કલાકની આસપાસ ભાવેશ બળદેવ પટેલ, હસમુખ મોતી પટેલ, જીતેન્દ્ર વિક્રમ પટેલ, ભાવેશ વિક્ર્મ પટેલ, પ્રણવ શાંતિલાલ પટેલ, જય હસમુખ પટેલે પ્રથમ સામાન્ય વાતચીત કરી અચાનક તમે જ અરજી કરીનું કહી ડે. સરપંચ ઉપર હૂમલો કરી તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. ઘાયલ ડે.સરપંચને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલમાં લવાયા હતા. બનાવ અંગે તાલુકા વધુ તપાસ હાથધરી છે.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

40.39 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરજણ પોલીસ સ્ટેશને નોંધાઇ છે….

bharuchexpress

વાલિયા તાલુકાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી

bharuchexpress

અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં મોબાઈલ રીપેરીંગ શોપમાં મોબાઈલ સળગ્યો

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़