



આમોદ પોલીસે અંદરથી બંધ દરવાજો ગેસ કટરથી મદદથી ખોલી લાશને બહાર કાઢી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ મલ્લા તલાવડી પાસે આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં એક બિહારી મજુરે પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ આત્માહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આમોદ મલ્લા તલાવડી પાસે તૈયુબ શેખનું સ્ક્રેપનું ગોડાઉન આવેલું છે.જેમાં તેમણે મજૂરોને રહેવા માટે ઓરડીઓ બનાવી છે. જેમાં આજ રોજ સંતોષ ઈશ્વર મંડલ ઉ.વ.૨૪.મૂળ રહે.ગોબરાહી (બિહાર) નામનો મજૂર રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટાનો ગાળિયો બનાવી ફાંસો ખાઈ ગયો હતો.જેની જાણ તેની સાથે મજૂરી કરતા પ્રકાશ ચોપાલને થતાં તેણે ગોડાઉનના સંચાલક તૈયુબ શેખને જાણ કરી હતી ત્યારબાદ તૈયુબ શેખે મરણ જનારના પરિવારજનોને ફોનથી જાણ કરી હતી.અને આમોદ પોલીસને પણ જાણ કરતાં પોલીસે રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાને કારણે ગેસ કટરની મદદથી દરવાજો ખોલી તેની લાશને નીચે ઉતારી આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ ખાતે લઈ ગયા હતાં.પોસ્ટમોર્ટમ બાદ તેની અંતિમ વિધિ પણ આમોદમાં જ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.આમોદ પોલીસે હાલ અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી