ભરુચ તાલુકાનાં ત્રાલસા ગામ ખાતે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ અને તેઓના ધર્મપત્ની અરૂણાબેન પટેલ દ્વારા માતા – પિતાની યાદમાં સંસ્થાનું સ્થાપન કરવામાં આવ્યું હતું જે સંસ્થાના 15 વર્ષ પૂર્ણ થયા છે અને સ્થાપક પ્રવીણ પટેલના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે વિવિધ રમતો રમાડવામાં આવી હતી આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને વિજેતા સ્પર્ધકોને પ્રોત્સાહિત ઈનામ એનાયત કરાયું હતું આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યશવંત પટેલ , મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ , ખજાનચી કિર્તીભાઈ પટેલ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા .
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી