ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કપાટ ગામે થોડા દિવસ અગાઉ તલાટી રાયસીગ વસાવા તેમજ સર્કલ ઓફિસર વચ્ચે તુતુ મેંમેં સર્જાઈ હતી મામલતદાર ઓફિસ ના સર્કલ ઓફિસર તુષાર વસાવાએ તલાટી ક્રમ મંત્રી સાથે અભદ્ર વર્તન કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે ઉમલ્લા પોલીસ મથકમાં લેખિત રજુઆત કરી હતી પરંતુ આ બાબત એફ આઈ આર દાખલ નહીં થતા આજરોજ ભરૂચ જિલ્લા તલાટી મંડળ કલેક્ટર કચેરી ખાતે પહોચીને કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું . ઝઘડિયા લતાલુકાના ઉચ્છબ અને હરીપુરા , તેમજ કપાટ ગ્રુપ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી રાયસિંગ વસાવા સાથેળમામલતદાર કચેરીના સર્કલ ઓફિસર તુષાર વસાવાએ તલાટી કમ મંત્રીને રેવન્યુ અંગેની કામગીરી બાબતે જાટકણી કાઢવા સાથે અભદ્મ વર્તન કરી ગાળો બોલી મારી નાખવાની ધમકી અપાતી હોવાના આક્ષેપ સાથે ભરૂચ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળે આજરોજ ભરૂચ કલેકટરને લેખિત આવેદનપત્ર પાઠવી મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર તુષાર વસાવા સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ ઉઠાવી હતી
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી