Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsભરૂચ શહેર

ભરુચ: લગભગ 2 વર્ષના લાંબા સમયગાળા બાદ નબીપુરમાં આંગણવાડીઓમાં નાના ભૂલકાઓની કિલિયારીઓ ગુંજી ઉઠી

 

– કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરાયું.

વિશ્વમાં Covid 19 ની મહામારીનો કારણે 23 માર્ચ 2020 થી ભારતભરમાં શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય સ્થગિત કર્યું હતું જેથી રાજ્યભરની તમામ આંગણવાદીઓ પણ બંધ કરવામાં આવી હતી. હવે જ્યારે કોરોના પોતાના વળતા પગલે છે ત્યારે રાજ્ય ભરની તમામ શૈક્ષણિક સંસ્થાઓ રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકારના આદેશ અનુસાર આજથી રાજ્યની તમામ આંગણવાડી અને પ્લેગ્રુપ વિભાગો ચાલુ થઈ ગયા છે ત્યારે ભરૂચ જિલ્લાના નબીપુર ગામે પણ શાંત પડેલી આંગણવાદીઓ મા બાળકોની હાજરીથી કિલ્લોલ કરતી થઈ હતી. આજથી શરૂ થયેલી આંગણવાડીમાં બાળકો પણ ઉત્સાહભેર આવ્યા હતા. આંગણવાડીના સંચાલકો દ્વારા કોરોના ની SOP ન પાલન કરાયું હતું. નાના ભૂલકાઓ માસ્ક પહેરેલા નજરે પડયા હતા.

બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરની ગૌતમપાર્ક સોસાયટીના બંધ મકાનમાં રૂ.1.59 લાખની મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર

bharuchexpress

અંકલેશ્વર GIDCની અમલ લિમિટેડ નામની ખાનગી કંપનીમાં ભીષણ આગ, મોટાભાગનો માલ-સામાન બળીને ખાખ

bharuchexpress

જબલપુરમાં RTO સંતોષ પાલના ઘરે EOWએ પાડ્યા દરોડા, મળ્યા 16 લાખ રૂપીયા રોકડ

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़