ભરુચ: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા મહિલા કોગ્રેસ સેવા દલની મિટિંગ મળી, મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીરની વિશેષ ઉપસ્થિત
ભરુચ જીલ્લા કોગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ મહિલા કોગ્રેસ સેવાલના અધ્યક્ષ પ્રગતિબેન આહીરની વિશેષ ઉપસ્થિતિમાં સંગઠન લક્ષી બેઠક મળી હતી . આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ રાજકીય પક્ષો સંગઠનને સુદ્રઢ કરવા કવાયત કરી રહ્યા છે ત્યારે ભરુચ જીલ્લા મહિલા કોંગ્રેસ સેવા લની મિટિંગ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સેવાદલના મુખ્ય સંગઠક પ્રગતિબેન આહીરની ઉપસ્થિતિમાં મળી હતી . જેમાં આગામી તારીખ 8 ના રોજ ગુજરાત વિધાનસભાના ઘેરાવના આયોજન તેમજ જિલ્લા સંગઠન અંગે ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પ્રગતિબેન આહિરે જિલ્લા સંગઠનની કામગીરીને બિરદાવવા સાથે રાજ્યમાં મહિલા પર વધી રહેલા હુમલાઓથી બિહાર , યુપી બની રહ્યું હોવાનો આક્ષેપ કરી મહિલા સશક્તિકરણ સાચા અર્થમાં કરવા આહવાન કર્યું હતું . આ પ્રસંગે ભરૂચ મહિલા કોંગ્રેસ સેવાદલના પ્રમુખ પ્રતિબેન રાજ , ગાયત્રી બેન સહિત અન્ય હોદ્દેદારો અને મહિલા કાર્યકરો ઉપસ્થિત રહી હતી .
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી