ભરૂચ : જોલવા ગામે UPL CSR ગ્રામ પ્રગતિ અંતર્ગત બનાવેલ નવનિર્મિત આવાસનું કરાયું લોકાર્પ
જોલવા ગામમાં વસાવા ફળિયામાં વસતા આદિજાતિ લોકોને ઘણા સમયથી જર્જરિત મકાનને લીધે રહેવાની સમસ્યા હતી . આ સંદર્ભે ગ્રામ પંચાયત દ્વારા UPL કંપનીના CSR ફંડ મારફતે સહાય કરવા કંપની દ્વારા પણ આ બાબતને ગંભીરતાથી લઈને સત્વરે કામગીરી હાથધરી આવાસનું બાંધકામ કરી આજરોજ 5 નવનિર્મિત આવાસનું લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવેલ . આ પ્રસંગે ગામના આગેવાન સુલેમાનભાઈ દ્વારા કંપની દ્વારા હકારાત્મક અભિગમ રાખી ગ્રામ વિકાસના કાર્યક્રમો કરવા બદલ કંપનીનો આભાર પ્રગટ કરેલ અને ભવિષ્યમાં પણ કંપનીનો ગ્રામ વિકાસના કાર્યક્રમોમાં સતત સહકાર મળી રહે તેવી આશા પ્રગટ કરેલ . UPL કંપનીના પ્રતિનિધિ રાકેશ કાપડિયા ( યુનિટ હેડ યુનિટ ૧૩ ) , કંપનીના ક્લસ્ટર HR હેડ કૌશિક ચક્રવર્તી , IR હેડ વિપિન રાણા , HR વિભાગના નિલેશ પટેલ તેમજ અન્ય કર્મચારીઓ યુપીએસથી રહ્યા હતા .
બ્યુરો રિપોર્ટ શાહનવાઝ મસાણી