Bharuch Express
ब्रेकिंग न्यूज़
Breaking Newsવધુ સમાચાર

અંકલેશ્વર શહેર પોલીસ ની સરાહનીય કામગીરી

🌹🌹🌹 અંકલેશ્વર શહેર પોલીસ ને સરાહનીય કામગીરી બદલ અભિનંદન 🌹🌹🌹

અંકલેશ્વરના નર્મદા ટોલ પ્લાઝા ખાતેથી ભારતીય બનાવતનો વિદેશી શરાબ ભરેલ કન્ટેનર સાથે એકની ધરપકડ,

– લાખોનો મુદ્દામાલ જપ્ત.

ગાંધીના ગુજરાતમાં સામાન્ય રીતે દારૂ બંધી છે, પરંતુ બુટલેગરો દ્વારા તેઓના નાપાક મનસૂબા પાર પાડવામાં કોઈ કચાસ ન રાખતા હોય તેમ રોજ રાજ્યના વિવિધ ખૂણાઓમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબ ઝડપાયા બનાવો સામે આવતા હોય છે, જેમાં પોલીસ વિભાગ લાખો કરોડોનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગરોના કારનામા પર બ્રેક લગાવવાની કોશિશ કરતી હોય છે, ત્યારે વધુ એકવાર લાખોની કિંમતનો વિદેશી શરાબ ભરૂચ જિલ્લાના હાઇવે ઉપરથી ઝડપાયો છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસ મથકના કર્મીઓને મળેલ બાતમીના આધારે ને.હા ૪૮ ઉપર વોચમાં હતા દરમિયાન સુરતથી વડોદરા તરફ જતા કન્ટેનર નંબર GJ.1.CV.2522 ને રોકી તેની તલાશી લેતા તેમાં વિદેશી શરાબનો મસમોટો જથ્થો નજરે પડતા પોલીસે કન્ટેનરમાં સવાર લક્ષ્મણ રૂખરામ ચૌધરીની ધરપકડ કરી હતી. જ્યારે એક વોન્ટેડ જાહેર કરાયો હતો.

નેશનલ હાઈવે ૪૮ પર મુલદથી નર્મદા ટોલટેક્ષ તરફ આવતા કન્ટેનરમાં કુલ ૫૦૭૬ જેટલા બોક્ષમાં વિદેશી શરાબનો જથ્થો મૂકી વહન કરી વડોદરા તરફ લઈ જતા સમયે પોલીસ વિભાગ દ્વારા આ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમાં કુલ ૩૦ લાખ ૩૨ હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી ઝડપાયેલા આરોપી સામે ગુનો નોંધી આ શરાબનો જથ્થો ક્યાંથી લાવી અને કંઈ જગ્યાએ લઈ જવામાં આવતો હતો તે બાબત અંગે પૂછપરછ હાથધરી બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બ્યુરો રીપોર્ટ શાહનવાઝ મસાણી

Related posts

અંકલેશ્વરમાં ત્રણ અલગ-અલગ સ્થળે ફટાકડાથી આગ લાગી, હજારોનું નુકસાન થયું હોવાની શક્યતા

bharuchexpress

આમોદ: કોરોના મૃતકોના પરિવારને ૪ લાખનું વળતર ચૂકવવા મામલતદાર કચેરીએ કોંગ્રેસનું આવેદનપત્ર.

bharuchexpress

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ-ઉપસરપંચે સત્તાવાર ચાર્જ સંભાળ્યો.

bharuchexpress

Leave a Comment

टॉप न्यूज़